બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud in Ahmedabad in the name of transferring extra points to rupees in credit cards

ક્રાઈમ / 'સાહેબ, તમારા ક્રેડિટ કાર્ડમાં વધારાના પોઈન્ટ આવ્યા છે...' અમદાવાદમાં છેતરપિંડી કરતી આ ગેંગથી ચેતજો

Dinesh

Last Updated: 05:18 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદ ખાતે રહેતા અનિરુદ્ધસિંહ ચૌહાણે ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, બોપલ પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • ક્રેડિટકાર્ડમાં વધારાના પોઇન્ટ રૂપિયામાં ટ્રાન્સફર નામે ઠગાઈ
  • યુવકે લિંક ઓપન કરતાં ખાતામાંથી રૂપિયા ડેબિટ થઇ ગયા
  • અનિરુદ્ધસિંહ ચૌહાણે ઠગાઈની ફરિયાદ નોંધાવી 


અમદાવાદ શહેરમાં ક્રેડિટકાર્ડમાં વધારાના પોઇન્ટ રૂપિયામાં ટ્રાન્સફર કરવાનું કહી ઠગાઈ કરતી ગેંગ હાલમાં ખૂબ જ સક્રિય થઇ છે. શહેરની ફાઈનાન્સમાં કામ કરતા યુવક સાથે પોઇન્ટ રૂપિયામાં કન્વર્ટ કરી આપવાના બહાને ગઠિયાએ 1.52 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે લિંક ઓપન કરતાં ખાતામાંથી રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.

અનિરુદ્ધસિંહ ચૌહાણે ઠગાઈની ફરિયાદ
સાણંદ ખાતે રહેતા અનિરુદ્ધસિંહ ચૌહાણે ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અનિરુદ્ધસિંહ પ્રાઇવેટ ફાઇનાન્સમાં નોકરી કરે છે. અનિરુદ્ધસિંહ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તમે જે કાર્ડ વાપરો છો તેમાં વધારાના પોઇન્ટ જમા થયા છે. તે જોઇતા હોય તો પોઇન્ટમાંથી રૂપિયામાં ટ્રાન્સફર કરી ક્રેડિટકાર્ડમાં જમા કરાવી દેશે. ગઠિયાએ અનિરુદ્ધસિંહના મોબાઈલમાં એક લિંક મોકલી હતી અને તેમાં આપેલી તમામ વિગત ભરવા માટે જણાવ્યું હતું. થોડી વાર બાદ અનિરુદ્ધસિંહના મોબાઈલમાં અલગ અલગ ઓટીપી આવ્યા હતા. અનિરુદ્ધસિંહના ખાતામાંથી કુલ 1.52 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તરત જ એક્સિસ બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. 

બોપલ પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અનિરુદ્ધસિંહ સાથે કોઈ ગઠિયાએ ઠગાઈ કરી હોવાથી તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને ફોન કરી અલગ અલગ ઓળખ આપી નવું ડેબિટ-ક્રેડિટકાર્ડ કઢાવવા, ક્રેડિટકાર્ડના રિવોર્ડ પોઈન્ટ જમા કરાવવા, દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ, હોસ્પિટલમાં નોકરી અપાવવાનું કહી, લોન અપાવવાના બહાને તથા ગિફ્ટ-લોટરી લાગી હોવાના બહાને તેમજ ઓનલાઈન શોપિંગના બહાને છેતરપિંડી આચરી પડાવી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ