બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / Former MLA Kama Rathod will rejoin the BJP tomorrow

રણનીતિ / ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર! ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ આ 2 દિગ્ગજોની થશે કાલે ઘરવાપસી

Vishnu

Last Updated: 04:17 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ બેઠક કબજે કરવાની રણનીતિ: થોડા દિવસો પહેલા પૂર્વ MLA પ્રાગજી પટેલની કરાઈ ઘર વાપસી, હવે પૂર્વ MLA કમા રાઠોડ પણ કરશે કેસરીયો

  • વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં
  • સસ્પેન્ડ થયેલા નેતાઓ ભાજપમાં ફરી જોડાશે
  • કમા રાઠોડ અને ભીખા પટેલ ઘર વાપસી કરશે

2022ની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતવાની નેમમાં કોઈ કચાસ છોડી રહ્યું નથી. ગત ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજગી દર્શાવી ભાજપ સામે બંડ પોકારનારા નેતાઑની પણ ચૂંટણી પહેલા ભાજપ ઘરવાપસી કરાવી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ-માંડલ બેઠક જે 2 ટર્મથી કોંગ્રેસ પાસે છે તેને કબજે કરવા માટે ભાજપ અત્યારથી પ્રિ પ્લાન મુજબ ચાલી રહ્યું છે. માંડલ વિરમગામ વિસ્તારના પટેલ સમાજ પર પ્રભુત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલની ઘરવાપસી બાદ તે જ બેઠકનો ક્ષત્રિય ચહેરો અને નાડોદા સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ કાલે બુધવારે કેસરીયો કરશે. 

કમા રાઠોડને અપક્ષમાંથી 49 હજાર મત મળ્યા હતા 
પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડની ભાજપમાં પુન પ્રવેશને લઈને હાલ જોરશોરથી પ્રચાર અભિયાન પણ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા સહિત કમા રાઠોડના સ્વાગત પોસ્ટર પણ ઠેર ઠેર લાગી રહ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે હું આવું છું ભાજપમાં તમે પણ જોડાઓ. મહત્વનું છે કે 2017ની ચૂંટણીમાં સાણંદ બેઠક પરથી કમા રાઠાડે ટિકિટની માગણી કરી હતી પણ ટિકિટ ન મળતા તે નારાજ થઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જે બાદ પાર્ટીના આદેશ વિરુધ્ધ કામ કરવા માટે તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા. અપક્ષમાંથી કમાભાઇને 49 હજાર મત મળ્યા હતા. 

આવતીકાલે સીઆર પાટીલ અને મુખ્યમંત્રીના હસ્તે ખેસ ધારણ કરી કરશે ઘરવાપસી 
2007માં કમા રાઠોડ વિરમગામ બેઠક તે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આવતીકાલે બુધવારે તેઓ કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે. ધરવાપસીના આ કાર્યક્રમમાં સીઆર પાટીલ પણ હાજર રહેશે. આ ઉપરાંત પૂર્વ MLA કમા રાઠોડની સાથે સાણંદના ભીખા પટેલ પણ ભાજપમાં ફરી જોડશે. 

વિરમગામ બેઠક પર પ્રાગજી પટેલ પાટીદાર ચહેરો તો કમા રાઠોડ ક્ષત્રિય ચહેરો
2022ની ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ કરી રહ્યું છે. સાથે સાથે પૂર્વ ધારાસભ્ય અને સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્યનો ભાજપ ફરી કમબેક આપી રહ્યું છે. 2022ની ચૂંટણીમાં ભાજપ એક પણ સીટ બેઠકમાં નુકશાન ન થાય તે હેતુ સાથે જોર લગાવીને રહ્યું છે. અમદાવાદના માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ પણ ગત 30 માર્ચના રોજ ભાજપમાં પરત ફરી ચૂક્યા છે. પ્રાગજી પટેલે 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. પરંતુ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેથી પ્રાગજી પટેલ નારાજ થયા અને પક્ષ વિરુદ્ધ કામ કર્યું કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ હવે 2022ની ચૂંટણી આવી રહી છે. જેમાં 2017માં ગુમાવેલી  વિરમગામ સીટ બેઠક જીતવા માટે  પાટીદાર મતબેક રાખવા માટે પ્રાગજી પટેલે મહવના સાબિત બની શકે છે. જે માટે હવે ભાજપ દ્વારા પ્રાગજી પટેલને ભાજપમાં ફરી જોડવામાં આવ્યા છે. તેજ રીતે સાણંદ બેઠક અને વિરમગામ બેઠક પર ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો કમા રાઠોડ પણ પોતાના સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે જેને લીધે ભાજપે તેમણા પર ફરી વિશ્વાસ મૂકી તેમણે પણ પાર્ટીમાં લેવાનો નિર્ણય કર્યો છે જે આગામી ચૂંટણીમાં આ બેઠક પર માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ