બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Forecast of second round of rain in Gujarat, indication of unseasonal rain in this district for two days, Meteorological Department warns

માવઠું / ગુજરાતમાં માવઠાના બીજા રાઉન્ડની આગાહી, બે દિવસ આ જિલ્લામાં કમોસમી કમઠાણની સંકેત, હવામાન વિભાગે ચેતવ્યા

Vishal Khamar

Last Updated: 06:37 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે તેમજ શુક્રવારે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં માવઠાનાં કારણે ઠંડીનું જોર વધશે. રાજ્યમાં અત્યાર સુધી 45 ટકા રવી સીઝનનું વાવેતર થવા પામ્યું છે.

  • આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે હળવો વરસાદ
  • રાજ્યમાં માવઠાનાં કારણે ઠંડીનું જોર વધશે

આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં માવઠું પડી શકે છે. ગુરૂવારે તેમજ શુક્રવારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં માવઠાની સાથે ઠંડીનું જોર વધશે. જ્યારે રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

ફાઈલ ફોટો

રાજ્યમાં 45% રવી સીઝનનું થયું વાવેતર
કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં રવી પાક સહિત અન્ય પાકોનું પણ વાવેતર સારા એવા પ્રમાણમાં થવા પામ્યું છે.  રાજ્યમાં આજદીન સુધી કુલ 45 ટકા રવી સીઝનનું વાવેતર થયું છે. ત્યારે રાજ્યમાં જીરાનું 2.44 લાખ હેક્ટર એટલે કે 58 ટકા વાવેતર થયું છે. રાઈનું 2.41 લાખ હેક્ટરમાં હેક્ટર એટલે કે 91 ટકા વાવેતર. શેરડીનું 95 હજાર હેક્ટરમાં 45 ટકા વાવેતર થયું છે. ચણાનું 3.14 લાખ હેક્ટર વિસ્તારમાં 40 ટકા વાવેતર થયું છે. પિયત તથા બિનબિયત ઘઉંનું 3.94 લાખ હેક્ટરમાં 39 ટકા વાવેતર થવા પામ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો

 હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતે મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું હતું.

ભર શિયાળે વરસાદ પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયા છે. બોટાદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બોટાદ તાલુકાના હડદડ ગામે કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને પપૈયા,કાકડી,મરચી, ચણા, જીરૂ, કપાસ સહિતના પાકમાં ભારે નુકશાન થવા પામ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ