બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / બિઝનેસ / forbes india rich list 2021 mukesh ambani gautam adani

ફોર્બ્સ ઇન્ડિયા / સૌથી મોટા ધનિકોની યાદીમાં અંબાણી-અદાણી ટોપ પર, મહામારીમાં ભારતના અમીરોની સંપત્તિમાં 50 ટકા વધી

Hiren

Last Updated: 03:46 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોર્બ્સે ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. 2021માં રિલાયન્સ એન્ટરપ્રાઇઝના માલિક મુકેશ અંબાણી સતત 14માં વર્ષે પણ ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા. વર્ષ 2008થી તેઓ આ મુકામ પર છે.

  • મુકેશ અંબાણી સતત 14માં વર્ષે ભારતના સૌથી મોટા અરબતિ
  • ભારતના સૌથી અમીરોની સંપત્તિમાં 50 ટકાનો વધારોઃ ફોર્બ્સ
  • ભારતના ટોપ 100 ધનિકની કુલ સંપત્તિ 58.06 લાખ કરોડ રૂપિયા

2021માં તેમની સંપત્તિ 4 અરબ ડૉલર વધીને 92.7 અરબ ડૉલર થઇ ગઈ છે. અદાણી ગૃપના માલિક ગૌતમ અદાણી યાદીમાં બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 74.8 અરબ ડૉલર છે, જે મુકેશ અંબાણીની માત્ર 17.9 અરબ ડૉલર ઓછી છે. ઝાયડસ કેડીલાના CMD પંકજ પટેલ 32મા ક્રમે છે. નિરમા ગ્રુપના ચેરમેન કરશનભાઈ પટેલ 46મા ક્રમે છે. ફોર્બ્સે કહ્યું કે, દુનિયામાં ભારત તરફ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. સેન્સેક્સમાં પણ ગયા વર્ષના મુકાબલે 52 ટકાનો વધારો થયો છે.

ફોર્બ્સની આ યાદીને ફેમિલી, શેર બજાર, વિશ્લેશકો અને ભારતની રેગ્યુલેટર એજન્સીઓએ મળીને શેરહોલ્ટિંગ અને નાણાકિય માહિતીના આધાર પર તૈયાર કરવામાં આવે છે. ભારતના સૌથી અમીર લોકોની સંપત્તિમાં મહામારીના બીજા વર્ષમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો. 

કયા ઉદ્યોગપતિની કેટલી સંપતિ?

ફોર્બ્સના અનુસાર, ભારતના 100 સૌથી અમીરોની સંપત્તિ 775 અરબ ડૉલર છે. આવો જાણો ભારતના 10 સૌથી ધનાઢ્યની યાદી પર...

  • ત્રીજા સ્થાન પર શિવ નાડર છે. શિવ નાડર HCL ટેક્નૉલોજીના સંસ્થાપક અને ચેરમેન છે. તેમની સંપત્તિ 31 અરબ ડૉલર થઇ છે. 
  • 66 વર્ષીય એવન્યૂ સુપરમાર્ટ્સના રાધાકિશન દમાની 29.4 અરબ ડૉલરની સંપત્તિ સાથે ભારતના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે.
  • ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2021ના અનુસાર, સીરમ ઇન્સ્ટીટ્યૂ ઑફ ઇન્ડિયાના સાઇરસ પૂનાવાલા પાંચમાં સ્થાને છે. તેમની સંપત્તિ 19 અરબ ડૉલર છે.
  • યાદીમાં 6ઠ્ઠા સ્થાને મિત્તલ આવે છે. 71 વર્ષીય લક્ષ્મી મિત્તલ ભારતાન 6ઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. આર્સેલર મિત્તલના CEO લક્ષ્મી મિત્તલ 18.8 અરબ ડૉલરની સંપત્તિના માલિક છે.
  • ઓપી જિંદલ ગ્રુપના સાવિત્રી જિંદલ બીજી વખત મોટા 10 અમીરોની યાદીમાં સામેલ થયા. સાવિત્રી સાતમા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 18 અરબ ડૉલર થઇ ગઇ છે.
  • કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટકની કુલ સંપત્તિ 16.5 અરબ ડૉલર છે અને તેઓ ભારતના 8માં સૌથી અમીર ભારતીય છે. ઉદય કોટક 62 વર્ષના છે.
  • 9માં સ્થાને શાપૂરજી પલોનજી સમૂહના પલોનજી મિસ્ત્રી છે. 92 વર્ષીય મિસ્ત્રી 16.4 અરબ ડૉલરની સંપત્તિના માલિક છે.
  • યાદીમાં 10માં સ્થાને આદિત્ય બિરલા ગ્રુપના કુમાર બિરલા છે. તેમની કુલ સંપત્તિ 15.8 અરબ ડૉલર છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ