બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / for some people curd is not good but its cause for many diseases like will be bloated, constipated.

હેલ્થ / આ લોકો માટે દહીં અમૃત નહીં પણ વખ સમાન, પેટ ફૂલી જશે, કબજિયાતથી કંટાળશો

Dhruv

Last Updated: 08:58 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીંમા પ્રોબાયોટીક્સ હોય છે. જેના કારણે શરીરમાં લ્બોટીંગ થાય છે અને ગેસનું કારણ બને છે, તેનાથી વ્યક્તિનું પેટ ફુલે છે.

આયુર્વેદમાં દહીંના અનેક ગુણો જણાવવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આપણે ગરમીના દિવસોમાં ઠંડક માટે દહીંનો  ઉપયોગ વધારી દેતા હોય છે. પણ દહીં અમુક લોકો માટે અમૃત કરતા વખ સમાન બની રહે  છે. આ લોકોએ દહીં ખાવું જોઈએ નહીં. 

મોટાભાગે ગરમીના દિવસમાં આંતરીક ઠંડક માટે સામાન્ય રીતે લોકો દહીંનું સેવન કરતા હોય છે. આમેય આયુર્વેદમાં દહીંના સેવનથી થાક, કમજોરી, ત્વાચાની સમસ્યા, પેટની સમસ્યા વગેર દૂર થાય તેવું જણાવવામાં આવ્યું છે.  

દહીંના ગુણ

દહીંમાં પ્રોટીન,કાબોહાઈડ્રેટ,પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ આર્યન , વિટામીન સી,બી-6 સારી માત્રામાં  હોય છે. પણ આધુનિક મેડીકલ સાયન્સ પ્રમાણે દહીં તમામ લોકો માટે લાભદાયક નથી હોતું. અમુક  પ્રકારની ખાસ  બિમારીથી પીડાતા લોકો માટે દહીં લાભ કરતા નુકસાન વધુ કરે છે.જેમાં શરીર અકડાઈ જવું. સાંધામાં દુખાવો, કબજીયાત જેવી સમસ્યા વધી શકે છે. 

મેડીકલ સાયન્સ મુજબ દહીંમાં અમુક તત્વો છે. જેનાથી ખાસ પ્રકારના લોકોને નુકસાન થઈ શકે છે. દહીંમાં પ્રચુર માત્રામાં યુરીક એસીડ હોય છે. આથી જે લોકોને યુરીક એસીડની તકલીફ હોય તે લોકોએ દહીંનું સેવન ટાળવું જોઈએ. 

અસ્થમાના દર્દી 

દહીંની તાસીર ઠંડી છે. જેના કારણે અસ્થમાના દર્દીઓ દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંની તાસીર ઠંડી છે, જેના કારણે શર્દી અને કફની સમસ્યામાં વધારો થાય છે. 

કબજીયાતની સમસ્યા 

દહીંમાં વીટામીન, પ્રોટીન પ્રચુક માત્રામાં હોય છે. આ સાથે દહીંમાં સેચ્યુરેટ ફેટ અને ગ્લેકેશન હોય છે. જે હાડકાં પર  આડ અસર  કરે છે. જેના કારણે સાંધા અને કમરના દુખાવામાં વધારો થાય છે. 

પેટ ફુલવાની સમસ્યા 

દહીંમા પ્રોબાયોટીક્સ હોય છે. જે શરીરની ગરમીને  નિયંત્રણમાં રાખે છે. પણ અમુક વખતે આ ગુણના કારણે શરીરમાં લ્બોટીંગ થાય છે  અને જેના કારણે ગેસ  બને છે. આમા  વ્યક્તિનું પેટ ધીમે ધીમે ફુલવા લાગે છે. 

વાંચવા જેવું: 25થી 45 વચ્ચેની મહિલાઓ રહે એલર્ટ! બિમારીથી બચવું હોય તો આજથી જ આ ચીજ ખાવાનું શરૂ કરો

અત્રે ઉલ્લેખનીય છે કે દહીં જો મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે અમૃત સમાન છે. પણ લસ્સી કે તેમાં આર્ટીફિશયલ સુગર કે  કેમીકલ નાખી સેવન નુકસાન કારણ સાબિત થાય છે. 

સ્પષ્ટતા અત્રે આપેલી માહિતીની પુષ્ટી કરવામાં આવતી નથી વધુ જાણકારી માટે તમારા વૈધ કે ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તવું 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ