બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / foods to relieve headaches tension migraine immediately drink water eat

હેલ્થ ટિપ્સ / માથાના દુઃખાવાથી છો પરેશાન! તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, મળશે તુરંત રાહત

Bijal Vyas

Last Updated: 05:06 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથામાં દુખાવો થવો ખૂબ જ સામાન્ય બાબત છે. જેના કારણે આખો દિવસ વ્યક્તિ પરેશાન રહે છે, પરંતુ જો તમે તમારી ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરશો તો દુખાવામાં મળશે રાહત...

  • માથાના દુખાવાના માઈગ્રેન, સાઈનસ, ક્લસ્ટર, ટેન્શન મુખ્ય કારણો છે
  • જો હાઇડ્રેશન સારું ન હોય તો પણ ગંભીર માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે
  • માથું દુખતું હોય તો આદુ કે હળદરની ચા કે ઉકાળો બનાવીને પીવો તો આરામ મળશે

foods to relieve headaches:ઉનાળાની ઋતુમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. આ એક એવો દુખાવો છે જે માથા સાથે સંબંધિત છે અને અત્યાર સુધી ડોકટરોએ માથાનો દુખાવો ઘણી રીતે ક્લાસિફાઇ કર્યો છે. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ હેડેક ડિસઓર્ડર અનુસાર, માથાનો દુખાવો ડિસઓર્ડરના 150 થી વધુ પ્રકારના પ્રાઇમરી અને સેકેન્ડરી હોય છે. જેમાંથી માઈગ્રેન, સાઈનસ, ક્લસ્ટર, ટેન્શન મુખ્ય કારણો છે. મેડિકલ રિપોર્ટ મુજબ, જો તમે તમારા ડાયેટમાં અમુક ખાદ્ય પદાર્થોને સામેલ કરો છો, તો આ સમસ્યાને થતી અટકાવી શકાય છે.

1. જો તમે ઉનાળાની ઋતુમાં સારી માત્રામાં પાણી પીઓ છો, તો તે તમારા માથાનો દુખાવો થતો અટકાવી શકે છે. પાણી પીવાથી હાઈડ્રેશન સારું રહે છે અને મગજ વધુ સારી રીતે કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, જો હાઇડ્રેશન સારું ન હોય તો પણ ગંભીર માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે. 2015ના એક રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શરીરમાં પાણીની ઉણપને દૂર રાખીને માથાનો દુખાવોની સમસ્યાને દૂર રાખી શકાય છે.

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી  રીત વિશે | When, how much and how to drink water in winter? Learn about the  correct way to drink

2. એવા ઘણા ફળો અને શાકભાજી છે જેના દ્વારા તમે માથાનો દુખાવો દૂર કરી શકો છો. વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર ફળો અને શાકભાજી વાસ્તવમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસથી કોષોનું રક્ષણ કરે છે અને ફ્રી રેડિકલ્સ ડેમેજને પણ અટકાવે છે. જેના કારણે માઇગ્રેશનની સમસ્યા દૂર રહે છે.

3. જો તમે તમારી ડાયેટમાં પુષ્કળ લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે મેથી, પાલક વગેરેનો સમાવેશ કરો છો, તો તમે માથાનો દુખાવો દૂર રાખી શકો છો. આ સિવાય ગાજર, મરી વગેરે જેવા ચળકતા રંગના શાકભાજી અને મસાલા પણ માથાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.

4. તમે તમારા આહારમાં આદુ, હળદર અને લસણનો સમાવેશ કરીને પણ માથાના દુખાવાથી દૂર કરી શકો છો. તેઓ માથાનો દુખાવાના લક્ષણોને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. માથું દુખતું હોય તો આદુ કે હળદરની ચા કે ઉકાળો બનાવીને પીવો તો આરામ મળશે.

Topic | VTV Gujarati

5. બીટ, શક્કરિયા જેવા કેટલાક કંદમૂળ પણ તમારા સ્વાસ્થ્ય માટે સારા છે. આના નિયમિત સેવનથી માથાના દુખાવાની સમસ્યા દૂર રહે છે. આ સિવાય તમે બ્લુ બેરી, રાસબેરી, સ્ટ્રોબેરી વગેરેનું પણ નિયમિત સેવન કરી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ