બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:01 AM, 4 June 2021
ADVERTISEMENT
આઈસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા
ગુરૂવારે બપોરે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ મિલ્ખા સિંઘને ચંદીગઢ સ્થિત પીજીઆઈના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આઈસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તેમનું ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ દાખલ કરાયા
પીજીઆઈના પ્રવક્તા પ્રો. અશોક કુમારે જણાવ્યું કે તેમનું ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંઘને કોવિડના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બપોરે 3.35 વાગે દાખલ કરાયા હતા. હાલ તેમની સ્થિતી સ્થિર છે અને તેમને ડોક્ટરોના ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મિલ્ખા સિંઘને 3 દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી
91 વર્ષના મિલ્ખા સિંઘને 3 દિવસ પહેલા 31 મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 20મે એ તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમની તબિયત 24 મેના ખરાબ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને 31મેના રોજ રજા આપવામાં આવી હતી. તેમની પત્ની કોરોનાગ્રસ્ત હોવાથી સારવાર ચાલુ છે.
ADVERTISEMENT

મિલ્ખા સિંઘ કોણ છે
ADVERTISEMENT
મિલ્ખા સિંઘનો જન્મ શીખ પરિવારમાં થયો છે, તેઓ 1960માં રોમમાં યોજાયેલા ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં યોજાયેલ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે. તેમના ઉડતા શીખનો ખિતાબ પણ મેળવી ચુક્યા છે. મિલ્ખા સિંઘ ભારતના શ્રેષ્ઠતમ ખેલાડીઓમાંના એક છે. ભારત પાકિસ્તાનના વિભાજન વખતે મિલ્ખા સિંઘે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. તે બાદ તેઓ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવી ગયા હતા. ભારત દેશના અત્યાર સુધીના સૌથી સફળ દોડવીર બન્યા રહ્યા છે.

ADVERTISEMENT
મિલ્ખા સિંઘને ફ્લાઇંગ શીખનું ઉપનામ મળ્યું
આ સમય દરમિયાન એમને પાકિસ્તાન ખાતે દોડવા માટેનું આમંત્રણ મળ્યું, પરંતુ બાળપણની ઘટનાઓને કારણે તેઓ ત્યાં જવા માટે અચકાતા હતા, પરંતુ ન જવાને કારણે રાજનૈતિક ઉથલ પુથલ થવાના ડરને કારણે એમને જવા માટે કહેવામાં આવ્યું અને એમણે દોડવા માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો. દોડ સ્પર્ધામાં મિલ્ખા સિંઘે સરળતાથી પોતાના પ્રતિસ્પર્ધકોને પરાસ્ત કરી દીધા, અને આસાનીથી જીતી ગયા ત્યાંથી જ એમને ફ્લાઇંગ શીખ તરીકેનું ઉપનામ મળ્યું હતું.મિલ્ખા સિંઘે ત્યારબાદ રમત ગમતમાંથી સંન્યાસ લઈ લીધો અને ભારત સરકાર સાથે ખેલકૂદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ ચંડીગઢમાં રહે છે, કોરોના સંક્રમિત થયા બાદ તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.