બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Flooding in Navasari: 19 people were evacuated due to heavy rains in the river Ambika, flooding in the villages.
ADVERTISEMENT
નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
અંબિકા નદીમાં ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.
ADVERTISEMENT

મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ કરી મદદ
ADVERTISEMENT
નવસારી જિલ્લાના છાપરા ગામે અંબિકા નદીના પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ભરાતા લોકોને ભારે હાલાંકી સામાનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નવસારીના છાપરા ગામમાંમાં પૂરની ભયાવહ પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે.ગત મોડી રાત્રે ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક તરવાયાની મદદથી 19 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.