ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / flipkart fashion brand myntra creating 16000 jobs on festivals this year will be recruited in all

GOOD NEWS / તહેવારોની સીઝનમાં આવશે ઢગલાબંધ નોકરીઓ: મિંત્રા 16,000 લોકોની કરશે ભરતી, અલગ અલગ સેક્ટર્સમાં મળશે જોબ

Published By: Pravin

Last Updated: 11:50 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લિપકાર્ટની ઓનલાઈન ફેશન શાખા મિંત્રા આ વર્ષે તહેવારોની સીઝનમાં 16 હજાર જોબ્સ બહાર પાડી રહી છે.

ADVERTISEMENT

  • ઓનલાઈન ફર્મ મિંત્રા મોટા પાયે કરશે ભરતી
  • નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર આવી
  • તહેવારી સીઝનમાં અહીં મળશે નોકરી

ફ્લિપકાર્ટની ઓનલાઈન ફેશન શાખા મિંત્રા આ વર્ષે તહેવારોની સીઝનમાં 16 હજાર જોબ્સ બહાર પાડી રહી છે. આ ભરતી આવનારી તહેવારી સિઝનને જોતા કરી રહી છે. આ વાતની જાણકારી મિત્રાના એચઆર ચીફ ઓફિસર નૂપુર નાગપાલે આપી છે. 

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ આ સીઝનમાં મિત્રાએ 11 હજાર નોકરી બહાર પાડી હતી. જેમાંથી સાત હજાર લોકોની ડાયરેક્ટ ભરતી કરી હતી. આ વર્ષે કંપનીને વેચાણ વધારે થવાની આશા છે. એટલા માટે તેમના દ્વારા લેબર ફોર્સ વધારવામાં આવી રહ્યો છે. 

16 હજાર જોબ્સ પર મિંત્રાએ શું કહ્યું

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે તહેવારી સિઝનમાં મિંત્રા ડિલિવરી, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ હેંડલિંગના કામ માટે 16 હજાર જેટલી નોકરીઓ બહાર પાડી રહી છે. 

તેના પર વાત કરતા કંપનીના એચઆર ચીફ નુપુર નાગપાલે કહ્યું કે, આ જે ભરતી થશે, તેમાંથી 10 હજાર ડાયરેક્ટ ભરતી રહેશે અને જેમાંથી એક હજાર કર્મચારીઓને સંપર્ક સેન્ટરમાં નોકરી આપવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે, બાકીના વધેલા છ હજાર નોકરીઓ આ ભરતી ઈન ડાયરેક્ટ રીતે થશે. 

રિપોર્ટમાં એવું પણ કહેવાયુ છે કે, સપ્લાઈ ચેન મેનેજમેન્ટના અડધા કર્મચારીઓ કંપનીમાં રહેશે અને આગળ કામ પણ કરશે. તો વળી સંપર્ક કેન્દ્રના કર્મચારીઓને જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પુરો ન થઈ જાય, ત્યાં સુધી તેઓ ત્યાં કામ કરતા રહેશે. 

આ સેક્ટરમાં મળશે કામ

આ વર્ષે જે પણ ભરતી થશે, તેમાં સોર્ટિંગ, પેકીંગ, પિકિંગ, લોડિંગ, અનલોડીંગ, ડિલીવરી અને રિટર્ન ઈંસ્પેક્શનની સાથે સાથે કાર્ગો ફ્લીટ મેનેજમેન્ટવાળા સેક્ટરમાં થશે. આપને જણાવી દઈએ કે, તહેવારી સીઝનમાં મોટા ભાગની ઈ કોમર્સ કંપની, રિટેલ અને લોજિસ્ટિક્સ ફર્મમાં ઉછાળો આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં લેબર ફોર્સની જરુર પડે છે. તેથી આવા સમયે ભરતી કરવામા આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

fashion brand myntra job job recruitment ઓનલાઈન વેપાર જોબ મિંત્રા Job

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ