બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / First friendship, then nude video call... A girl from Gujarat had to make friends with a man from Maharashtra

બ્લેકમેઈલ / પહેલા ફ્રેન્ડશીપ, પછી ન્યૂડ વીડિયો કૉલ... ગુજરાતની યુવતીને મહારાષ્ટ્રના પુરુષ જોડે મિત્રતા કરવી પડી ભારે

Vishal Khamar

Last Updated: 04:21 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ ખાતે રહેતી એક યુવતિ સાથે સોશિય મીડિયા મારફતે મિત્રતા કેળવ્યા બાદ યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ યુવતિનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા યુવતિએ યુવક વિરૂદ્ધ વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • આજનાં સમયમાં સોશિયલ મીડિયા ખૂબ જ ફાયદારૂપ
  • સોશિયલ મીડિયાની મિત્રતા બહુ જ જોખમી સાબિત થઈ
  • ક્યારેક અજાણી લોકોની મિત્રતા તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે

આજના ઇન્ટરનેટ અને સોસિયલ મીડિયાના જમાનામાં આંગળીના એક ટેરવે માહિતી અને જ્ઞાનનો ભંડાર સાબિત થઇ રહ્યું છે .જોકે વધતી જતી સોસીયલ મીડિયાની મિત્રતા બહુ જ જોખમી સાબિત થઇ રહી છે .આજ ની નવી પેઢી માં ફેસબૂક ,  ઇન્સ્ટાગ્રામ ,સ્નેપચેટ જેવા  આભાસી  સોસીયલ મીડિયા માં મિત્રો બનાવવાની એક હોડ લાગી છે .ત્યારે ક્યારેક અજાણી લોકો સાથે ની મિત્રતા તમારું જીવન માં મુશ્કેલીઓ લાવી શકે છે .રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ માં એક યુવતી ને આવાજ આભાસી મિત્ર સાથે દોસ્તી અને ત્યાર બાદ નો પ્રેમ ના કારણે હાલે જિંદગી બદતર કરી નાખી છે.
યુવતીને લગ્ન કરવાની લોભામણી લાલચો આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી
વલસાડ જિલ્લામાં રહેતી એક યુવતીને  સોશિયલ મીડિયાની  ઓળખાણ ભારે પડી છે . સોસીયલ મીડિયાની મિત્રતા  જોતજોતામાં પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. આ યુવતી  આ પ્રેમી સાથે  લગ્ન કરવા ના સ્વપ્ન જોવા લાગી હતી. યુવક પોતે  કુવારો હોવાનું અને લગ્ન કરવાની લોભામણી લાલચો આપી યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. જે દરમ્યાન યુવકે યુવતીને વિડીયો કોલ કરીને યુવતીને ન્યુડ કરી યુવતી સાથેનો વિડીયો કોલનું સ્ક્રીન રેકોડ કરી રાખ્યા હતા. જે બાદ યુવતીને યુવક પરણીત હોવાનું જાણવા મળતા યુવતીએ યુવક સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હતા.

યુવતીનો વિડીયો વાયરલ કરી તેને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ
યુવકે આ યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. જોકે  આરોપી પરણિત હોવાથી યુવતી ભાંગી પડી હતી અને બેવફા અને શાતીર પ્રેમી સાથે તમામ સંબધો પર પૂર્ણવિરામ મુખ્યુ હતું .જોકે ત્યાર બાદ આરોપીએ પોતાનું પોત  પ્રકાશ્યું હતું અને  યુવતીના ન્યૂડ વિડીયો વાયરલ કરી યુવતીને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીના વિડીયો સોશિયલ  મીડિયામાં વાયરલ કરતા યુવતીએ વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે યુવતીએ વિડીયો વાયરલ કરનાર ઈસમ અને વીડિયો બનાવનાર પૂર્વ પ્રેમી સામે FIR નોંધાવી હતી. તે કેસમાં સાઇબર ક્રાઇમની ટીમે યુવતીના વિડીયો વાયરલ કરનાર આરોપી  અહેતરામ અલી ને મહારાષ્ટ્ર ના મુંબઈથી ઝડપી પાડ્યો છે.

આર ડી ફળદુ (ડી વાય એસ પી ,વલસાડ)

 યુવતીએ યુવકનાં ઘરે તપાસ કરતા યુવક પરણીત અને 2 બાળકોનો  પિતા હોવાનું સામે આવ્યું
વલસાડની આ પીડિતા એ  બી .એડ  સુધી અભ્યાસ કરેલો  છે. આ શાતીર યુવકે ચતુરાઈ પૂર્વક પોતે પરણીત હોવા છત્તા કુવારો હોવાનું જણાવી યુવતીને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ યુવતીમે વિડીયો કોલ કરીને યુવતીની જાણ બહાર યુવકે યુવતીને વિડીયો કોલના માધ્યમથી યુવતીને લલચાવી ફોસલાવી યુવતીને ન્યૂડ કરી તેના ન્યૂડ. વિડીયો અને ફોટા પાડી લીધા હતા. જે બાદ યુવતીએ યુવકના ઘરે ચેક કરતા યુવક પરણીત અને 2 બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતીએ યુવક સાથેમાં તમામ સંબંધો તોડી નાખ્યા હતા. યુવક યુવતીને વારંવાર ફોન કરીને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. યુવતી ન માનતા યુવકે યુવતીના ન્યૂડ વિડીયો મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના મિત્રને યુવતીને બ્લેકમેલ કરવા માટે આપ્યા હતા.
પોલીસે મુંબઈમાં રહેતા 40 વર્ષીય શખ્શની ધરપકડ કરી
યુવકે યુવતીના સોશ્યલ મીડિયા ઉપર અજાણ્યા નંબરથી તેના ન્યુડ. વિડીયો મોકલાવી વિડીયો સોશ્યલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વીડિયો વાયરલ કરીને યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસની ટીમે અજાણ્યા યુવક અને યુવતીના ન્યૂડ વિડીયોનું સ્ક્રેન રેકોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ મેળવીને તેમજ યુવતીએ આપેલા પુરવાઓનું ઝીણવટ ભરી રીતે રિસર્જ કરતા વલસાડ સાઇબર ક્રાઇમની ટીમને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર મહારાષ્ટ્રના ઘાટકોપર ખાતે રહેતા  40 વર્ષીય અહેતરામ અલી શેખની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે શખ્શની ધરપકડ કરતા વધુ ખુલાસા થવાની શક્યતા
વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને  તેના રિમાન્ડ પણ મેળવી આ ઇસ્મે અન્ય કોઈ યુવતીઓ ને નિશાન બનાવી ચ એકે નહિ તેપણ તાપસ શરુ કરી છે. વલસાડ પોલીસ પણ  ખાસ કરી ને યુવતીઓ અને મહિલાઓને  અપીલ કરી છે કે  સોશિયલ મીડિયાના આભાસી મિત્રો પર  બહુ વિશ્વાસ ન કરવો અને તેમાંય ખાસ કરી ને અંગત પળોના ફોટા કે વિડિઓ શેર ન કરવા .અને જોઈએ બ્લેક મેલ કરે તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરી છે. આ કિસ્સા માં યુવતી એ બ્લેકમેલ ન કરે તે માટે 5 હજા આપ્યા હતા .જોકે ત્યાર બાદ પણ આરોપી  અટક્યો ન હતો. હાલ તો આ ઈસમ પોલીસ પાંજરે પૂરાયો છે અને પોલીસ રિમાન્ડ માં અનેક નવા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ