બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / FIR against Khalistani terrorist Pannu in Ahmedabad, panic over threatening calls about World Cup

કાર્યવાહી / ખાલિસ્તાની આતંકી પન્નુ વિરૂદ્ધ અમદાવાદમાં FIR, વર્લ્ડ કપને લઇ ધમકી ભર્યા કૉલ આવતા હડકંપ, જાણો સમગ્ર મામલો

Priyakant

Last Updated: 02:32 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurpatwant Singh Pannu News: આતંકી ગુરૂપવતસિંધ પન્નુએ વર્લ્ડ કપ નહિ પણ ટેરર કપ હશે એવો કોલથી પ્રી રેકોર્ડ ફોનથી ધમકી આપી અને અમદાવાદ પોલીસ આવી એક્શનમાં, સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કેથી આવ્યાનું ખૂલ્યું

  • અમદાવાદમાં વર્લ્ડ કપ મેચને લઈ ખાલિસ્તાનીની ધમકી 
  • આતંકી ગુરૂપવતસિંધ પન્નુ પ્રિ રેકોર્ડ કોલ કરી ધમકી ભર્યા કેસ
  • સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હતા
  • સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ ફરિયાદ દાખલ

Gurpatwant Singh Pannu : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 4 ઓકટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ પહેલા જ ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા હુમલાની ધમકી આપવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે. વાત જાણે એમ છે કે, આતંકી ગુરૂપવતસિંધ પન્નુ પ્રિ રેકોર્ડ કોલ કરી ધમકી ભર્યા કેસમાં હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખુદ પોલીસ જ ફરિયાદી બની અને આ આતંકી સામે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

વર્લ્ડ કપ મેચને લઈ ખાલિસ્તાનીની ધમકી બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ અમદાવાદ પોલીસ દ્વારા આતંકી ગુરૂપવતસિંધ પન્નુ પ્રિ રેકોર્ડ કોલ ધમકી કેસમાં હવે મોટી કાર્યવાહી કરી છે. આ આતંકીએ વર્લ્ડ કપ નહિ પણ ટેરર કપ હશે એવો કોલથી પ્રી રેકોર્ડ ફોનથી ધમકી આપી હતી. વિગતો મુજબ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. એ પહેલા જ આતંકી ગુરૂપવતસિંધ પન્નુ દ્વારા ધમકી આપવામાં આવતા હડકંપ મચી ગયો હતો. મહત્વનું છે કે, એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ આવ્યા બાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ IPC 121 A, 153 A, 153 B(A, C), 505 (1)b, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ