બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / final match of the World Cup between India and Australia is scheduled to be played on November 19. Richard Illingworth and Richard Kettleborough will act as field umpires in this final match.

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ: ટીમ ઈન્ડિયા માટે અનલકી સાબિત થયેલ અમ્પાયર જ ફાઇનલ મેચમાં આવશે, શું રિવાજ બદલી શકશે ભારત?

Pravin Joshi

Last Updated: 08:09 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાવાની છે. રિચાર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબરો આ ફાઇનલ મેચમાં ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે.

  • વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ
  • રિચાર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબરો અમ્પાયરની ભૂમિકા ભજવશે

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ પણ સામે આવ્યા છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ) અને રિચર્ડ કેટલબોરો (ઇંગ્લેન્ડ) ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે. જ્યારે ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) ચોથા અમ્પાયર તરીકે રહેશે. મેચ રેફરી ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ હશે.

• ફીલ્ડ અમ્પાયરો: રિચાર્ડ કેટલબોરો અને રિચાર્ડ ઈલિંગવર્થ
• થર્ડ અમ્પાયર: જોએલ વિલ્સન
• ચોથો અમ્પાયર: ક્રિસ ગેફની
• મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબરોની અમ્પાયરિંગ ભારતીય ચાહકો માટે થોડી ચિંતાનો વિષય છે. છેલ્લી કેટલીક ICC ઇવેન્ટ્સમાં, જ્યારે તે ભારતની મેચોમાં અમ્પાયર પણ બની ચૂક્યો છે, ત્યારે ટીમ ઇન્ડિયા સાથે કંઈક અપ્રિય બન્યું છે. કેટલબરો વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને T-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબરો 2014 T-20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ, 2016 T-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં ભારત માટે કમનસીબ રહ્યા હતા. 50 વર્ષીય કેટલબોરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. કેટલબરોએ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા.

ઇલિંગવર્થ પણ ક્રિકેટર હતા

ભારત-ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું ત્યારે રિચર્ડ ઇલિંગવર્થ પણ અમ્પાયર હતા. રિચર્ડ ઇલિંગવર્થ ભૂતપૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.60 વર્ષના રિચર્ડ ઇલિંગવર્થે ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ અને 25 વનડે મેચ રમી હતી. આ દરમિયાન તેણે 49 વિકેટ ઝડપી હતી. 1992ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લિશ ટીમનો ભાગ હતો.

ટીમ ઈન્ડિયા ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની 10 મેચમાંથી 8માં જીત મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલ રમી હતી, જેમાં તેણે છેલ્લી ઉપવિજેતા ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમશે. અત્યાર સુધી તેણે 7માંથી સૌથી વધુ 5 વખત ટાઇટલ જીત્યું છે. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો.

વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણ અને શાર્દુલ ઠાકુર .

ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ