બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Feast like Goa in the field! English liquor party in Vadodara, 14 youths were eating lathiya... then police in plain clothes struck

કાર્યવાહી / ખેતરમાં જ ગોવા જેવી મહેફિલ! વડોદરામાં ઈંગ્લિશ દારૂની પાર્ટી, લથડિયા ખાતાં હતા 14 યુવકો... પછી સાદા કપડાંમાં ત્રાટકી પોલીસ

Vishal Khamar

Last Updated: 05:00 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થર્ટી ફસ્ટલને લઈ પોલીસ દ્વારા ફાર્મ હાઉસ તેમજ પાર્ટી પ્લોટમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખેતરમાં ચાલતી મહેફિલ પર પાદરા પોલીસે 14 શખ્શોને નશો કરતા પકડી લીધા હતા.

  • વડોદરામાં ખેતરમાં વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • પાદરા પોલીસે 14 શખ્સોને નશો કરતાં પકડી લીધા
  • કેટલાંક શખ્સોને ભાગવા જતાં પોલીસે ઝડપી લીધા
  • 14 શખ્સો સામે નોંધ્યો પ્રોહિબિશન હેઠળ ગુનો

 વડોદરા સહિત જિલ્લામાં થર્ટી ફસ્ટને લઇ અવાર નવાર પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગત રોડ પાદરા પોલીસ માથાકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પાદરાના સાધી થી સાદડ ગામ તરફ જવાના રસ્તે ખેતરમાં ઈંગ્લીશ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં પોલીસે 14 ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે રેડ કરી
આ અંગે પાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, પાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે,પાદરાના સાધી થી સાદડ ગામ તરફ જવાના રસ્તા ઉપર જવાહર નવોદય વિધાલય પાસે આવેલ સુરેશભાઈ પ્રભુભાઈ માળી (રહે, શારદા હાઇસ્કુલ પાસે, પાદરા ટાઉન તા.પાદરા જી.વડોદશ)ના ખેતરમાં કેટલાક ઇસમો ઇંગ્લીંશ દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેના આધારે પાદરા પોલીસ સ્ટાફ અને બાતમીદારો સાથે ખાનગી વાહનમાં નીકળી સાધી ગામની સીમમાં આવેલ જવાહર નવોદય વિધાલય પાસે આવી પંચોના માણસોને સાથે રાખી રેડ કરી હતી.

વધુ વાંચોઃ રામે રામ રમાડ્યા...: ભગવાન શ્રીરામના બાણ સાથે છે ગુજરાત કનેક્શન, રાવણનો વધ કરતાં પહેલા માં અંબાની કરી હતી પૂજા

ખેતરમાં કોર્ડન કરી 14 દારૂડિયા ઝડપી પાડ્યા

ખેતરમાં કેટલાક ઈસમો લાઈટનાં અજવાળે ઈગ્લીશ દારૂની મહેફીલ માણતા હતા. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ખેતરને કોર્ડન કરી દારૂની મહેફિલ માણતા 14 ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી ઈગ્લીશ દારૂની બોટલો તથા ઠંડા પાણી તેમજ પીણાની બોટલો તથા ગ્લાસ ઝડપી પાડ્યા હતા. કેટલાક શખ્શો દારૂનાં નશામાં ચકચૂર થઈ લથડીયા ખાતા પોલીસ સામે રોફ જમાવતા હતા. તો કેટલાક લોકો ભાગવાની કોશિષ કરતા પાદરા પોલીસે તમામ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા ઈસમોના નામ

  • કિશનભાઈ જગદિશભાઇ માળી
  •  પકંજકુમાર રમણભાઇ પ્રજાપતિ
  • વિનોદભાઈ ચંદુભાઈ ચૌહાણ
  • રયજીભાઈ સોમાભાઈ વસાવા
  • શૈલેષભાઈ ચંદુભાઈ ચૌહાણ
  • અંકિતકુમાર રમેશભાઈ પઢીયાર
  • અરવિંદભાઈ ચંદુભાઈ ચૌહાણ ( તમામ રહે, અંકોડીયા ગામ, તા વડોદરા, વડોદરા) 
  • કાર્તિકભાઇ સંતોકભાઈ માળી
  • મુકેશભાઈ રમણભાઈ માળી( રહે,સાધી ,તા. પાદરા, વડોદરા)
  • મહેશભાઈ કનુભાઈ માળી( રહે વારસિયા રિંગ રોડ, વડોદરા શહેર)
  •  મુકેશભાઈ વજેસિંહ પઢીયાર( રહે, વડું, તા.પાદરા, વડોદરા)
  • ચંદ્રેશભાઈ રમણભાઈ રાવળ ( રહે મકાન નં.76, નરેન્દ્રનગર સોસાયટી, હરણી-વારસીયા, વડોદરા શહેર)
  • અજીતભાઈ જગદિશભાઇ પઢીયાર
  • અજયભાઇ કનુભાઈ માળી ( બંને રહે પાદરા ટાઉન, પાદરા વડોદરા) ને ઝડપી પાદરા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ