બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father Ray! 249 cases of heat stroke in Gujarat: Save, what to do to avoid heatwave?

સાચવજો / બાપ રે! ગુજરાતમાં 249 હીટ સ્ટ્રોકના કેસ: સાચવજો, હીટવેવથી બચવા શું કરવું? હવામાન વિભાગે કર્યું ગાઇડ

Priyakant

Last Updated: 02:49 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના, હવામાન દ્વારા હીટવેવની આગાહી જાહેર

  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો
  • હવામાન દ્વારા હીટવેવની આગાહી જાહેર 
  • અત્યાર સુધીમાં 249 હીટ સ્ટ્રોકના કેસ

ગુજરાતમાં અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન ઉનાળાની સિઝનમાં પહેલી વખત અમદાવાદીઓને ઓરેન્જ એલર્ટ સાથે પનારો પડવાનો છે. આ દરમિયાન હવે આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના અપાઈ છે. 

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ તો હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે. 

એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ કતીરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ અલગ છે. તેમણે કહ્યું કે, અત્યા રસુધી 249 હીટ સ્ટ્રોક દેખાયા છે જેમાંથી કોઈ ગંભીર કેસ નથી. 

રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. 

10 બેડ ઉભા કરાયા
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબોની અપીલ કરવામાં આવી છે.

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.

2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.

3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.

4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ

5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.

6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.

7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 

8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.

9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.

10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને   નિયમિતપણે તેન લગાવતા રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ