બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Father of four children abducted 17-year-old minor in Surat, police probe in love-jihad case

ચકચાર / ચાર સંતાનોનો પિતા સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી ગયો, લવ-જેહાદના કેસમાં પોલીસે હાથ ધરી તપાસ

Malay

Last Updated: 12:39 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની તરૂણીને 48 વર્ષનો વિધર્મી ભગાડી જતા ખળભળાટ મચી ગયો છે.

 

  • સુરતમાંથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો
  • સચિનમાં વિધર્મી આધેડ સગીરાને ભગાડી ગયો
  • 48 વર્ષીય રીક્ષા ચાલક 17 વર્ષની સગીરાને ભગાડી ગયો

સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષની સગીરાને ચાર સંતાનોનો પિતા ભગાવી જતાં મામલો તંગ બન્યો છે.  હાલ સચિન પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

ચાર સંતાનોનો પિતા 17 વર્ષની કિશોરીને ભગાડી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. 17 વર્ષની કિશોરી લાજપોર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ફળીયામાં રહેતા 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ મઢીની રીક્ષામાં દરરોજ નોકરીએ આવતી જતી હતી. આ રીક્ષા ચાલક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતાં કિશોરીના ફોઈએ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. 

લવ જેહાદના કિસ્સાથી હિન્દુ સંગઠનોમાં રોષ 
સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 48 વર્ષીય રીક્ષા ચાલકને ચાર સંતાનો છે, જેમાંથી 2 દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. રીક્ષા ચાલક સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  અબ્દુલ હમીદ હાસીમ મઢી અને તરૂણીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે. ચાર સંતાનોનો વિધર્મી પિતા હિન્દુ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસ નજર રાખી રહી છે.

ક્યારે અટકશે લવ જેહાદના બનાવ?
ગુજરાતમાં ઘણા સમયથી લવ જેહાદ વકરી રહ્યો છે. ભોળી દીકરીઓ, વિધવા બહેનો, જેમના પિતા ન હોય તેવી દીકરીઓ, આર્થિક રીતે નબળા પરિવાર, તેમજ વધુ પ્રમાણમાં ધનવાન પરિવારની છોકરીઓને નિશાન બનાવી અમુક વિધર્મી લોકો લવ જેહાદના નામે હિન્દુ પરિવાર, હિન્દુ સમાજને તોડી પાડવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે. આ કામને અંજામ સુધી પહોંચાડવા અનેક વિધર્મી યુવાનો કામ કરી રહ્યા છે. આવી ઘટનાઓ દેશભરમાં ચાલી રહી છે અને સુરતમાં પણ આવા બનાવો વધ્યા છે. લવ જેહાદનો શિકાર જે ઘરની દીકરી બની હોય તેજ સાચી હકીકત સમજી શકે છે. હાલમાં બનતા બનાવ દ્વારા ધર્માંતરણ સહિતના કાવતરા ચલાવી રહ્યા છે. આવા ખતરનાક ષડયંત્રમાં જેહાદીના ઘરના તેમજ સમાજના અમુક લોકોનો સપોર્ટ મળી રહ્યો છે જે લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ