બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Fastrack court approves 2 more days remand of accused Yuvraj Singh in Bhavnagar blast case

ભાવનગર / તોડકાંડ : આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર, 1 મે સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં

Dinesh

Last Updated: 04:09 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર તોડકાંડ મામલે આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ ફાસ્ટ્રેક કોર્ટે મંજૂર કર્યા છે, અગાઉ 22 એપ્રિલે કોર્ટેમાં યુવરાજસિંહને રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં

  • તોડકાંડ કેસમાં યુવરાજસિંહના 2 દિવસના રિમાન્ડ મંજૂર
  • સોમવારે બપોરે 3 વાગ્યા સુધી યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર
  • ભાવનગર ફાસ્ટ્રેક કોર્ટે યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર કર્યા

ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર ખંડણીનો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસ તોડકાંડ મુદ્દે નવા નવા ખુલાસા કરી પુરાવા રજૂ કરી રહી છે ત્યારે યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે તમને જણાવી દઈએ કે, 1 મે બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે.

યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર 
તમને જણાવી દઈએ કે,  22 એપ્રિલે કોર્ટેમાં યુવરાજસિંહને રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં ત્યાર બાદ રિમાન્ડ પુરા થતાં ભાવનગર ફાસ્ટ્રેક કોર્ટેમાં યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતાં અને ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

  • જાણો સમગ્ર કેસ

બિપિન ત્રિવેદીના આક્ષેપો
બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો. 

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે. 

21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી
તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી છે. જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતીય

કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા જપ્ત કરાયા 
ભાવનગર ડમી કાંડનાં આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. કાનભા ગોહિલે રૂપિયા તેમના મિત્ર જીત માંડલિયાનાં ઘરે રાખ્યા હતા. ત્યારે પોલીસે શાંતિનાથ પાર્કનાં ફ્લેટમાં રખાયેલા રૂપિયા પોલીસે કબ્જે કર્યા હતા. કાનભા ગોહિલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા છે. પોલીસે સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરી હતી.  

25 એપ્રિલે પોલીસે શિવુભા પાસેથી  રૂ. 25.50 લાખ રિકવર કર્યા હતા
કાનભા ગોહિલ બાદ યુવરાજસિંહના સાળા શિવુભાને પાસેથી વધુ રોકડ રિકવર કરાઈ હતી. રૂપિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી હતી. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી રિકવર કરાઈ હતી. વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ હતી. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે. 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી તેમજ 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી. શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ