બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers worried as meteorologist predicts unseasonal rain again in the state

કમોસમી વરસાદ / ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ! આ તારીખો દરમ્યાન પવન સાથે વરસી શકે છે વરસાદ, જાણો અંબાલાલની આગાહી

Vishal Khamar

Last Updated: 11:40 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલી આગાહીએ ફરી એક વખત ખેડૂતોને ચિંતામાં મુક્યા છે. આગામી તા. 8 થી 11 દરમ્યાન કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા છે.

રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.  ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા છે. તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી હી છે.  તેમજ 18 થી 20 માર્ચ દરમ્યાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. 

અભિમન્યુ ચૌહાણ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે,  આગામી બે દિવસ હજુ પણ વાતાવરણ સુકું રહેશે. તેમજ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ. તેમજ અલનીનોની અસરનાં કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધવાની શક્યતાઓ છે. તેમજ ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. 

વધુ વાંચોઃ ભવનાથના મેળાને લઇ રોશનીથી ઝળહળી ઉઠ્યું જૂનાગઢ, એક જ દિવસમાં દોઢથી બે લાખ લોકો ઉમટ્યાં

તાજેતરમાં પડેલ વરસાદથી જીરૂ, એરંડા સહિતનાં પાકમાં નુકશાનની શક્યતા
માર્ચ મહિનો શરુ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. તો અમુક જગ્યાએ બરફનાં કરા પણ પડ્યા હતા.  તો જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ