બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh lit up with lights for Bhavnath fair

ભક્તોનું ઘોડાપુર / ભવનાથના મેળાને લઇ રોશનીથી ઝળહળી ઉઠ્યું જૂનાગઢ, એક જ દિવસમાં દોઢથી બે લાખ લોકો ઉમટ્યાં

Vishal Khamar

Last Updated: 10:20 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈ ભીડ ઉમટી છે. પહેલા દિવસે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા. ભક્તિ ભજનની રમઝટ સાથે અન્નક્ષેત્રમાં પણ ભાડે ભીડ જોવા મળી હતી.

શિવરાત્રી મહાપર્વને લઈ જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં મેળાનો પ્રારંભ થઈ જવા પામ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ તેમનાં પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધુણો ધકાવીને બેઠા છે. મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવર જવરથી માર્ગ ધમધમતો રહ્યો હતો. ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણ્યો હતો. ત્યારે હજુ ત્રણ દિવસ ચાલનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવનાં દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીનાં દર્શન કરી ભક્તોએ અન્યતા અનુભવી હતી. 

દોઢથી બે લાખ લોકો પહેલા દિવસે મેળામાં ઉમટ્યા
પ્રથમ દિવસે મેળામાં આશરે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો બાળકો તેમજ પરિવારજનો સાથે મેળો માણવા પહોંચ્યા હતા.  મેળામાં ખાણીપીણીનાં સ્ટોલ, રમકડાનાં સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વાપરવા પણ અપીલ કરી છે. આ મેળ ગુજરાત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર 
મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાઈ છે. મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંકતા જોવા મળ્યા.

વધુ વાંચોઃ હવે ગ્રેજ્યુએશન માટે છેક યુનિવર્સિટી જવાની જરૂર નથી, ઘરે બેઠાં જ ભણી શકાશે, જાણો વિગત

સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરે
જેટલું મહત્વ કુંભ મેળાનું છે, તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે. જેમાં સાધુઓ અંગ કસરતના દાવ, તલવાર બાજી જેવી અવનવા કરતબો કરે છે. એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. કહેવાય છેકે આ કુંડમાં ન્હાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે.આ એક માન્યતા છે. પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ