બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Farmers Protest : why south india and Gujarat farmers not joining

VTV વિશેષ / ગુજરાતના ખેડૂતો આંદોલનમાં કેમ નહીં? મળે છે પૂરતા ભાવ? ફક્ત 3 જ રાજ્યોના કેમ?

Hiralal

Last Updated: 08:48 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MSP ગેરન્ટી કાયદાની માગ સાથે થઈ રહેલા આંદોલનમાં ફક્ત 3 રાજ્યો, પંજાબ-હરિયાણા અને યુપીના જ ખેડૂતો ભાગ લઈ રહ્યાં છે બાકીના રાજ્યોના ખેડૂતો કેમ જોડાયા નથી?

MSP ગેરન્ટી કાયદાની માગને લઈને હાલમાં દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને 5 પાકો પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂકી ચૂકી છે પરંતુ ખેડૂતોને ગેરન્ટીના કાયદાથી ઓછું કંઈ પણ ખપતું નથી. પહેલા થયેલા ખેડૂત આંદોલન અને હાલના MSP ગેરન્ટી કાયદા આંદોલનમાં ફક્ત યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો જ જોડાયા છે, ગુજરાત સહિત સાઉથના એક પણ રાજ્યના ખેડૂતો આ આંદોલનનો હિસ્સો નથી, તે એ સવાલ થાય છે કે 3 રાજ્યોને છોડતાં બાકીના રાજ્યોના ખેડૂતો તેમાં કેમ ભાગ નથી લઈ રહ્યાં? 

ગુજરાતના ખેડૂતો કેમ સામેલ નથી? 
ગુજરાતના મુખ્ય પાકોમાં એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભાલિયા ઘઉ છે. ગુજરાતના ખેડૂતો આ પાકો સીધા બજારમાં વેચી નાખે છે અને તેમને ભાવ પણ સારા મળે રહી છે. કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી એમએસપી હેઠળ જેટલા જોઈએ તેટલા પાક ખરીદતી નથી. અહિંના ખેડૂતોને સીધું બજાર ઉપલબ્ધ છે. 

વધુ વાંચો : ખેડૂતો પોતાની આવક કેવી રીતે વધારી શકે? PM મોદીએ આપી સૂચક વિગત, કહ્યું આ ખેતી અલગ કરો

દક્ષિણના ખેડૂતો આંદોલનમાં સામેલ નથી?
સરકાર દક્ષિણના કોઈપણ રાજ્યમાંથી એમએસપી પર ઘઉંની ખરીદી નથી કરતી. દક્ષિણના પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુના ખેડૂતો પાસેથી 214.34 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. જે ડાંગરની કુલ ખરીદીના 25 ટકા છે. એટલું જ નહીં દક્ષિણના રાજ્યોમાં મોટાભાગના ખેડૂતો સરકારી મંડીઓમાં પોતાનો પાક વેચે છે. અહીં તેમને એમએસપી કરતા વધારે ભાવ મળે છે. આ સિવાય કોફી બોર્ડ અને રાજ્ય સરકારો પણ એમએસપીથી વધારે કિંમતે ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ ઉપરાંત દુષ્કાળ કે પૂરની સ્થિતિ હોય અને પાકને નુકસાન થાય તો રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે વળતરની વ્યવસ્થા કરે છે. તેમની લોન પણ માફ કરવામાં આવે છે.

તો પછી પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ કેમ જોડાયા? 
એમએસપીની માંગ માટે દક્ષિણ ભારતના ખેડૂતોનું આંદોલનમાં ન જોડાવા પાછળનું કારણ એ છે કે ઘઉં અને ધાન (અનાજ)ની વધારેમાં વધારે ખરીદી પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના રાજ્યોમાંથી થાય છે.

ઉત્તર અને દક્ષિણમાં પાકની પેટર્ન પણ અલગ અલગ 
ઉત્તર અને દક્ષિણમાં પાકની પેટર્ન પણ અલગ અલગ છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં શેરડી, ડાંગર, કોફી, સોપારી, કઠોળ, મરી અને એલચી જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. આમાં, ડાંગરને બાદ કરતાં બાકીના પાક એવા છે કે જેના પર એમએસપીથી કોઈ ફરક પડતો નથી.

પંજાબ-હરિયાણા અને યુપીના ખેડૂતો પાસેથી કેટલો પાક ખરીદાયો 
કેન્દ્ર સરકારે 2022-23માં પંજાબના ખેડૂતો પાસેથી 1.74 લાખ કરોડના ખર્ચમાં 846.45 લાખ મેટ્રિક ટન ઘઉં અને 182.11 લાખ મેટ્રિક ટન ધાન ખરીદ્યું હતું. સરકારે હરિયાણાના ખેડૂતો પાસેથી 59.36 લાખ ટન અને યુપીના 9.40 લાખ ખેડૂતો પાસેથી 65.50 લાખ મેટ્રિક ટન ધાનની ખરીદી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ