ટોક ઓફ ધ ટાઉન / ‘અસી કી કરણે 100 રુપિયે...’ ખેડૂત આંદોલનની પોસ્ટર વુમન બની આ 2 ધાકડ દાદી, જેમણે કંગનાને પણ કરાવી ચૂપ

 farmers protest updates 80 years old two grannies from punjab turn poster wome

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન હવે વધારે તેજી પકડી રહ્યું છે. મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં પણ સહમતિ ન બની શકી. જેથી પોતાના બોરિયા બિસ્તરા અને રાશન સાથે ખેડૂતો દિલ્હીમાં કુચ કરી બોર્ડર પર અડેલા છે. આ આંદોલનમાં મહિલાઓએ પણ ભાગ લીધો છે. પરંતું પંજાબની બે દાદી ખેડૂત આંદોલનમાં પોસ્ટર વુમન બની ગઈ છે. આ દાદી છે બઠિંડાની મોહિંદર કૌર અને બરનાલાની જંગીર કૌર. બન્નેની ઉંમર 80 વર્ષ છે. પરંતુ આ ઉંમરમાં તે પોતાના પરિવાર અને બાકીના ખેડૂતોના હકની લડાઈમાં સાથે ઉભી છે. આ બન્ને દાદીઓની સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે અને પ્રોત્સાહન મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ