બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Farmers of this area of Gujarat abandoned the traditional farming and adopted a new method

નવતર પ્રયોગ / માત્ર ત્રણ મહિનામાં જ લાખોની કમાણી: ગુજરાતના આ વિસ્તારના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને અપનાવી નવી પદ્ધતિ

Megha

Last Updated: 09:24 AM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદરા નગર હવેલીના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને નવી પધ્ધતિ અપનાવી એવામાં ખેડૂતે રોકડીયા પાક તરીકે આધુનિક પધ્ધતિથી તરબૂચની ખેતી કરી અને ત્રણ મહિનામાં લાખોની કમાણી કરી છે.

  • શિક્ષિત બેરોજગાર યુવાન ખેતી તરફ વળ્યો
  • તરબૂચની ખેતીથી કરી તગડી કમાણી
  • દાદરા નગર હવેલીના ખેડૂતે અપનાવી આધુનિક ખેતી

ગુજરાતના ખેડૂતો જે રીતે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે.એ જ રીતે ગુજરાતની પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ખેડૂતોએ નીતનવા પ્રયોગ ચાલુ કર્યા છે. જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જ્યાં મોટા ભાગની વસ્તી આદિવાસી સમુદાયની છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જ્યાં ઓછી જમીન હોવાના કારણે આદિવાસીઓ મોટાભાગે ડાંગર અથવા તો કઠોળની ખેતી કરતા હતા. પણ આ પંરપરાગત ખેતીથી તેમને જોઈએ તેવું વળતર મળતું ન હતું એવામાં હવે આ વિસ્તારમાં ખેતીની ભાગદોડ યુવાનો સંભાળવા લાગ્યા છે અને આ વિસ્તારના યુવાઓ હવે તરબૂચનું વાવેતર શરૂ કર્યું છે. 

તરબૂચની ખેતી કરી અને ત્રણ મહિનામાં લાખોની કમાણી કરી
ઔદ્યોગિક વિકાસ પાછળની આંધળી દોટના કારણે ખેતીલાયક જમીન દિવસે દિવસે ઘટી રહી છે તો બીજી તરફ પરિવારોમાં વિભાજન થતાં વડિલોપાર્જિત જમીનમાં પણ ભાગ પડે છે અને ખેતીલાયક જમીન નાના ટુકડામાં વહેંચાઈ રહી છે ત્યારે ઓછી જમીનમાં પણ વધુ ઉત્પાદન મેળવવાનો રસ્તો દાદરા નગર હવેલીના સીલીના ખેડૂતે શોધી કાઢ્યો છે. દાદરા નગર હવેલીના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને નવી પધ્ધતિ અપનાવી છે. એવામાં દાદરા નગર હવેલીના એક ખેડૂતે રોકડીયા પાક તરીકે આધુનિક પધ્ધતિથી તરબૂચની ખેતી કરી અને ત્રણ મહિનામાં લાખોની કમાણી કરી છે. સાથે જ આ યુવાન વિસ્તારના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યો છે. 

મલ્ચિંગ પધ્ધતિના ઉપયોગ સાથે તરબૂચની ખેતી શરૂ કરી
તો વાત એમ છે કે દાદરા નગર હવેલીના ખેડૂત દીકરાએ અભ્યાસ કર્યો પણ નોકરી ન મળી સાથે જ ખેતીમાં પુરતી આવક થતી ન હતી. એટલા માટે પીટીસી કર્યા બાદ દાદરા નગર હવેલીના યુવાને મલ્ચિંગ પધ્ધતિના ઉપયોગ સાથે તરબૂચની ખેતી શરૂ કરી. આ સાથે જ પીયત માટે ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ રીતે આધુનિક પધ્ધતિથી તરબૂચની ખેતી કરી અને ત્રણ મહિનામાં લાખોની કમાણી કરી છે. આ સાથે જ પ્રદેશનો ખેતીવાડી વિભાગ પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે.... 

હાલ ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા અપુરતા ભાવની છે ત્યારે દાદરા નગર હવેલીના સીલીના યુવા ખેડૂતે પોષણક્ષમ ભાવ મેળવવા માટે પોતે જાતે જ તરબૂચ વેચવાનું ચાલુ કર્યું અને કેટલાક તરબૂચ બજારમાં આપવાના સાથે પોતાની વાડી પાસે એક સ્ટોલ ખોલી જાતે જ વેચાણ કરી રહ્યા છે. આ રીતે વેચાણ કરવાથી આ ખેડૂત અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ