બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / famous actress hetal yadav car accident with truck the actress went into shock

અકસ્માત / આ અભિનેત્રીની કારનો ટ્રક સાથે થયો અકસ્માત, તારક મહેતા-ઈમલીમાં કર્યું છે કામ, જાણો હવે હાલત કેવી

MayurN

Last Updated: 11:29 AM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીની જાણીતી અભિનેત્રી હેતલ યાદવનો અકસ્માત થયો છે. ગત રોજ શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન એક ટ્રકે હેતલની કારને ટક્કર મારી હતી

  • ટીવીની જાણીતી અભિનેત્રીને અકસ્માત નડ્યો
  • હાઈવે પર હેતલ યાદવની કારને ટ્રકે મારી ટક્કર
  • અભિનેત્રીને કોઈ નુકસાન કે ઈજા થઈ નહોતી

ટીવીની જાણીતી અભિનેત્રી હેતલ યાદવનો અકસ્માત થયો છે. તમને જણાવી દઈએ કે હેતલ ગત રોજ શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન એક ટ્રકે હેતલની કારને ટક્કર મારી હતી, જેના પછી અભિનેત્રી આઘાતમાં સરી પડી હતી. હેતલ યાદવે જણાવ્યું કે, રવિવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે તે પેક કરીને ફિલ્મ સિટીથી નીકળી ગઈ હતી. અભિનેત્રી જેવીએલઆર હાઈવે પર પહોંચી કે તરત જ એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hetal Yadav (@hetalyadav13)

કારને ટ્રકે ટક્કર મારી
આ અકસ્માતમાં તેમની કાર ફ્લાયઓવરની કિનારે પહોંચી ગઈ હતી અને હાઈવે પરથી નીચે પડવાની તૈયારીમાં હતી. પરંતુ તેણે કોઈક રીતે હિંમત દાખવીને કાર રોકી અને તરત જ તેના પુત્રને ફોન કરીને પોલીસને જાણ કરી. અહેવાલો અનુસાર, આ ઘટના બાદ અભિનેત્રી આઘાતમાં સરી પડી હતી. રાહતની વાત છે કે અકસ્માતમાં અભિનેત્રીને કોઈ નુકસાન કે ઈજા થઈ નથી. તેણે આ માટે ભગવાનનો આભાર પણ માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું- ધન્યવાદ, મને કોઈ ઈજા નથી થઈ , પરંતુ તે આઘાતમાં સરી ગઈ હતી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hetal Yadav (@hetalyadav13)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું 
હેતલ યાદવ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેત્રી 'ઇમલી'માં શિવાની રાણાનું પાત્ર ભજવી રહી છે. હેતલે લોકપ્રિયતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જ્વાલા'નું પાત્ર પણ ભજવ્યું છે. હેતલ યાદવે ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તે અભિનયમાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC TV Actress Truck accident car hetal yadav Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ