બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fake seven tola gold jewelery bought in disha December 2017

આરોપ / ચેક કરાવજો.! ડીસામાં પ્રતિષ્ઠિત જ્વેલર્સ માલિકે એક મહિલા ગ્રાહકને નકલી દાગીના પધરાવી દીધા, તમે પણ ન કરતાં મહિલા જેવી આ ભૂલ

Kishor

Last Updated: 09:44 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિસામાં 2017 માં ખરીદેલા સાત તોલા સોનાના દાગીના નકલી હોવાનો પર્દાફાશ થતા છેતરપિંડીનો ભોગ બનેલા દંપતિએ જ્વેલર્સ સામે ફરિયાદ નોંધાવી છે.

  • ડીસાના પ્રતિષ્ઠિત જ્વેલર્સ માલિકે નકલી સોનુ ધાબડી દીધું
  • મહિલાએ જ્વેલર્સના માલિક સામે ડીસા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
  • પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ડીસાની એક પ્રતિષ્ઠિત જ્વેલર્સ માલિકે એક મહિલા ગ્રાહકને નકલી દાગીના પધરાવી દીધા હોવાની ઘટના સામે આવતા ચકચાર જાગી છે.જે મામલે મહિલાએ જ્વેલર્સના માલિક સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.આ ચકચારી કિસ્સાની વિગત એવી છે કે ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા કમલાબેન ઠક્કરે વર્ષ 2017 માં તેઓના કુલ સાત તોલા સોનાના દાગીના ખરીદ્યા હતા. આ દાગીના ડીસાના ફુવારા સર્કલ પાસે આવેલ રાજદીપ જ્વેલર્સમાંથી ખરીદ્યા હતા. જેમાં તેમણે સોનાનો દોરો, ચાર સોનાની બંગડી મળી કુલ પાંચ તોલા સોનાના દાગીના લેતા જ્વેલર્સ સંચાલકે પાકું બિલ પણ આપ્યુ હતું. 

 Fake seven tola gold jewelery bought in disha December 2017

17 માર્ચ 2023 ના રોજ દાગીના ખરીદ્યા હતા

ત્યારબાદ કમલાબેનને હવે રૂપિયાની જરૂર પડતા તેઓ તા. 17 માર્ચ 2023 ના રોજ તેમના પતી સાથે રાજદીપ જ્વેલર્સમાંથી ખરીદેલ સોનાના દાગીના પરત વેચવા જતા રાજદીપ જ્વેલર્સમાં હાજર મેનેજરે તેઓને અમો દાગીના પરત નહીં લઈએ તેમ જણાવ્યુ હતું. જેથી કમળાબેન અને તેમના પતિ  લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ સોના ચાંદીની દુકાનમાં દાગીના વેચવા ગયા હતા. જેથી દુકાનદારે દાગીનાનું ટચ કઢાવ્યા બાદ ભાવની ખબર પડશે તેમ જણાવ્યા તેઓ બંને જણાએ સોનાના દાગીનાનો ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટચ કઢાવતા ટેસ્ટિંગ કરનારે આ દાગીના નકલી હોવાનું  જણાવતા બન્નેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 Fake seven tola gold jewelery bought in disha December 2017

દાગીના નકલી હોવાનું બિલ પણ આપ્યું હતું. દાગીના નકલી હોવાની જાણ થતાંજ કમલાબેન અને તેમના પતિ આ બિલ લઈને રાજદીપ જ્વેલર્સના માલિક ભરતભાઈ ચૌધરીને મળ્યા હતા પરંતુ ભરતભાઇએ આ દાગીના તેમની દુકાનેથી ખરીદેલ નથી તેમ કહી બંનેને દુકાનમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ કમલાબેન અવારનવાર રાજદીપ જ્વેલર્સમાં જઈ તેમના દાગીના વિશે વાત કરતા તેઓ કોઈ જવાબ આપતા ન હતા. આમ  રાજદીપ જવેલર્સના માલિકે સોનાના દાગીનાની જગ્યાએ અલગ ધાતુ મિશ્ર કરી ખોટા દાગીના આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ હોઇ કમલાબેને ડીસા ઉત્તર પોલીસ મથકે જ્વેલર્સ માલિક ભરત ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ