ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Fake IPS caught from Surat police station, used to extort money from drivers in the name of fine, accidentally broke the cans

ધરપકડ / સુરતના ઉધનામાંથી નકલી IPS ઝડપાયો, વાહન ચાલકો પાસેથી દંડના નામે પડાવતો હતો રૂપિયા, અકસ્માતે ફોડ્યો ભાંડો

Published By: Vishal Khamar

Last Updated: 11:48 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાંથી અધિકારી તરીકેની ખોટી ઓળખ લોકો સાથે છેંતરપીંડી કરવાનાં કિસ્સાઓ હજુ પણ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે સુરતના ઉધનાં વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે હાલ તો પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

ADVERTISEMENT

  • ઉધના વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો
  • સંચા ખાતામાં કામ કરતો શખ્સ IPSની વર્દી પહેરી ફરતો હતો
  • મોહમ્મદ શરમાઝ નામના શખ્સની ધરપકડ

 ઉધના વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાઈ જતા પોલીસનાં પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. ત્યારે સંચા ખાતામાં કામ કરતો શખ્સ IPS ની વર્દી પહેરી ફરતો હતો. જે અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. 

શખ્સ પાસેથી પ્લાસ્ટિકની વોકિટોકી પણ મળી આવી
આરોપી મોહમ્મદ શર્માઝ મૂળ બિહારનો વતની છે. મોહમ્મદ શર્માઝ સુરતનાં ઉન વિસ્તારમાં રહે છે. મોહમ્મદ શર્માઝ પાસેથી પોલીસને પ્લાસ્ટિકની વોકિટોકી પણ મળી આવી હતી. ભાઠેનાં વિસ્તારમાં થયેલા અકસ્માતની તપાસ અર્થે પોલીસ ગઈ હતી. તે દરમ્યાન પોલીસે શંકા જતા પોલીસે તેને ઝડપ્યો હતો. 

પોલીસે આરોપી પાસેથી આઈ કાર્ડની માંગ કરતા ભાંડ ફૂટ્યો
અકસ્માતનાં સીસીટીવીની તપાસ દરમ્યાન પોલીસને આરોપી પર શંકા જણાઈ હતી. ત્યારે પોલીસે આરોપી પાસેથી આઈકાર્ડની માંગણી કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આરોપીએ પોલીસને આધારકાર્ડ બતાવ્યું હતું. પોલીસની પૂછપરછમાં હકીકત સામે આવી છે. પકડાયેલ શખ્સ મોહમ્મદ શર્માઝ વાહન ચાલકોને રોકી ઉઘરાણા કરતો હતો. ઉઘરાણા કર્યા બાદ તે વતન ભાગી જવાની ફીરાકમાં હતો. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

થોડા સમય પહેલા રાજ્યમાંથી નકલી PMO અધિકારીઓ પણ ઝડપાયા હતા
કિરણ પટેલ આ નામ સાંભળતા જ આપને યાદ આવી જશે કે PMOના અધિકારીની ખોટી ઓળખ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના અને લોકોને મૂર્ખ બનાવવાના કિસ્સાઓ હાલમાં જ સામે આવ્યા હતા, ત્યારે આવો વધુ એક કિરણ પટેલ એટલે કે મયંક તિવારી કે જેણે પણ PMOના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી અનેક અધિકારીઓ પર રોફ જમાવ્યો, લોકોને ધાક ધમકી પણ આપી. હાલ તે પોલીસના સકંજામાં આવી ગયો છે. મયંક તિવારી સામે CBIએ ફરિયાદ નોંધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mohammad Sharmaz Surat Police fake IPS surat youth from Bihar ધરપકડ નકલી આઈપીએસ સુરત surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ