બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / સુરત / Fake Ghee seized from local areas on Surat road

નકલી છે / ગાયના શુદ્ધ ઘીના નામે ભોળવી ન જતાં, સુરતમાં સામે આવ્યું બીમાર પાડતું ઘી, પોલીસે કાળા ખેલનું ઠાકણું ખોલ્યું

Dinesh

Last Updated: 10:07 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સાયણ રોડ પર આવેલી સોસાયટીના મકાનમાંથી નકલી ઘી ઝડપાયું છે, આરોપીઓ વેજિટેબલ ઘી, સોયાબીનનું તેલ અને પામતેલનો ઉપયોગ કરતા હતા.

  • વેચાતું ઘી ખાતા પહેલા ચેતી જજો 
  • આ ઘી તમને બીમાર પાડી શકે છે
  • સુરતમાંથી ઝડપાયું નકલી ઘી


જો તમે ઘી ખાવાના શોખિન હોવ અને બજારમાંથી ઘી ખરીદતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે, બજારમાંથી ખરીદેલું ઘી નકલી હોઈ શકે છે. ખાવાના શોખિનોના શહેર સુરતમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. 

શુદ્ધ ગાયના ઘી તરીકે બજારમાં વેચાણ
આ નકલી ઘી સુરતના સાયણ રોડ પર આવેલી સોસાયટીના મકાનમાં બનાવવામાં આવતું હતું. જેની ભનક લાગતા જ ઓલપાડ પોલીસે રેડ કરીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ નકલી ઘી બનાવીને વેચનારા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. આ નકલી ઘી બનાવવા માટે આરોપીઓ વેજિટેબલ ઘી, સોયાબીનનું તેલ અને પામતેલનો ઉપયોગ કરતા હતા. 

5 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત 
આ સાથે જ નકલી ઘીમાં એસેન્સ પણ મિક્સ કરતા હતા. જેનો જથ્થો પણ સ્થળ પરથી મળી આવ્યો છે. આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ઘીને અલગ અલગ સાઈઝ અને ડબ્બામાં પેક કરાતું હતું, અસલી દેશી ગાયનું ઘી કહી ઘી વેચાતું હતું, અને ઘી ભરીને પેક કરવામાં આવેલા મોટા ડબ્બા અને નાના ડબ્બાઓ પણ સ્થળ પરથી પોલને હાથ લાગ્યા છે. પોલીસે સમગ્ર મામલે ફૂ઼ડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરીને સ્થળ પરથી 5 લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘી કોને અને ક્યાં વેચતા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ