બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / External Affairs Minister Jaishankar's statement about China, possibility of discussion with Blinkon on Canada dispute today

નિવેદન / 'જો ક્વૉડ દેશ સાથે મળીને....', જુઓ ચીનને લઇ વિદેશમંત્રી જયશંકર શું બોલ્યા, આજે કેનેડા વિવાદ પર બ્લિંકન સાથે ચર્ચાની શક્યતા

Priyakant

Last Updated: 12:29 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S Jai Shankar Statement News: વિદેશ મંત્રી જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે, તેમણે ચીન વિશે પણ વાત કરી અને કહ્યું કે તેની સાથે વ્યવહાર કરવા માટે શું કરવાની જરૂર

  • વિદેશમંત્રી એસ જયશંકર ગુરુવારે અમેરિકી વિદેશમંત્રી વચ્ચે થશે બેઠક 
  • આજે કેનેડા વિવાદ પર અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકન સાથે ચર્ચાની શક્યતા
  • અત્યાર સુધી ભારતીય કે અમેરિકન અધિકારીઓએ આ બેઠકના એજન્ડા પર કંઈ કહ્યું નથી

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ દરમિયાન હવે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ગુરુવારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકનને મળવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે, આ બેઠક દરમિયાન ભારત-કેનેડા વિવાદનો મુદ્દો પણ ઉભો થઈ શકે છે. વાસ્તવમાં વિદેશ મંત્રી જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે ચીન વિશે પણ વાત કરી અને કહ્યું કે તેની સાથે વ્યવહાર કરવા માટે શું કરવાની જરૂર છે. 

કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત-કેનેડા વિવાદ શરૂ થયો. બંને દેશોએ પોતાના ટોચના રાજદ્વારીઓને ત્યાંથી નીકળી જવા માટે પણ કહ્યું હતું. આ તરફ ચીન હંમેશા હિંદ મહાસાગરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. આનાથી માત્ર ભારત જ નહીં અમેરિકા પણ પરેશાન છે.  

બ્લિંકન સાથેની બેઠકમાં કેનેડા અંગે ચર્ચા થઈ શકે 
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદની અમેરિકામાં પણ ચર્ચા થઈ રહી છે. આ જ કારણ છે કે જ્યારે જયશંકર ગુરુવારે બ્લિંકનને મળશે ત્યારે કેનેડા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. ભારત અને કેનેડા બંને અમેરિકા માટે સાથી છે. જોકે અત્યાર સુધી ભારતીય કે અમેરિકન અધિકારીઓએ આ બેઠકના એજન્ડા પર કંઈ કહ્યું નથી. પરંતુ હજુ પણ કેનેડા મુદ્દે ચર્ચા થવાની આશા જણાઈ રહી છે. 

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને કેનેડા મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, 'હું બ્લિંકન અને જયશંકર વચ્ચેની બેઠકની વિગતો જાહેર કરવા માંગતો નથી. પરંતુ અમે કેનેડા મુદ્દે સ્પષ્ટ છીએ. તેમણે કહ્યું, 'અમે અમારા ભારતીય સમકક્ષો સાથે આ અંગે ચર્ચા કરી છે અને તેમને કેનેડિયન તપાસમાં સહકાર આપવા પ્રોત્સાહિત કર્યા છે અને અમે તેમને સહકાર આપવા માટે પ્રોત્સાહિત કરતા રહીશું.

ચીન પર વિદેશમંત્રીએ શું કહ્યું? 
વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કેમ હિંદ મહાસાગરમાં ચીનની હાજરી પહેલા કરતા વધારે છે. આ જોતાં ભારતની તૈયારી ખૂબ જ તાર્કિક છે. તેમણે કહ્યું કે, આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તાર છે. જો ક્વાડ (ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન) દેશો સાથે મળીને કામ કરે તો અહીં ઉભી થતી પરિસ્થિતિઓનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તેમણે 'કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશન્સ'ના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. 

જયશંકરને હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ વિશે પૂછવામાં આવ્યું હતું, જેને 'સ્ટ્રિંગ ઑફ પર્લ' કહેવામાં આવે છે. એવું પણ પૂછવામાં આવ્યું હતું કે ક્વાડ ગ્રૂપમાં સત્તાનું સંતુલન ભારત અથવા અમેરિકા વિરુદ્ધ ન થાય તે માટે ક્વાડ શું કરી શકે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 20 થી 25 વર્ષમાં હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની ગતિવિધિઓ ઝડપથી વધી છે. જ્યારે તમારી પાસે ખૂબ મોટી સેના હશે ત્યારે તે નૌકાદળ ચોક્કસપણે ક્યાંક તૈનાતના સંદર્ભમાં જોવામાં આવશે. જયશંકરે પાકિસ્તાનના ગ્વાદર અને શ્રીલંકાના હંબનટોટામાં ચીન દ્વારા બંદરોના નિર્માણનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હું કહીશ કે, જો આપણે પાછળ નજર કરીએ તો તત્કાલીન સરકારો અને નીતિ નિર્માતાઓએ તેના મહત્વ અને ભવિષ્યમાં તેના સંભવિત ઉપયોગ અને મહત્વને ઓછો આંક્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ