કાર્યવાહી /
ગુજરાત કોંગ્રેસમાંથી પ્રગતિ આહીરની હકાલપટ્ટી, VTV સાથેની વાતમાં કર્યો મોટો ધડાકો, કહ્યું મને શું રધુ શર્માને પણ કઈ ખબર નથી
Team VTV08:14 PM, 24 Jan 23
| Updated: 08:21 PM, 24 Jan 23
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પ્રગતિ આહીર સહિત ચાર નેતાઓને સસ્પેન્ડ કરાયા
વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી
અમદાવાદ કોંગ્રેસ સેવા દળની અધ્યક્ષ પ્રગતિ આહીર સસ્પેન્ડ
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે ચાર નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહીર સહિત ચાર નેતાઓને સસ્પેન્ડ કરાયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 38 નેતાઓને સસ્પેન્ડ કરાયા હતાં.
પ્રગતિ આહીરને કોંગ્રેસે સસ્પેન્ડ કરી
અમદાવાદ કોંગ્રેસ સેવા દળની અધ્યક્ષ અને પ્રવક્તા પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાઈ છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 4 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો બતાવ્યો છે.
પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી: પ્રગતિ આહિર
વીટીવી ગુજરાતી સાથે પ્રગતિ આહિરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે મોટો ઘડાકો કરતા કહ્યું કે મારી પાસે હજુ સુધી કોઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી, મને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. રઘુ શર્મા સુધીના નેતાઓને પૂછી લીધું છે પણ તેમના ધ્યાનમાં પણ નથી. રહી વાત ઈલેક્શનમાં પક્ષ વિરોધી પ્રવત્તિ કરવાની તો હું ચૂંટણી સમયે ગુજરાતમાં ન હતી ભારત જોડો યાત્રામાં હતી. અને મારા ગામમાં ભાજપનું વધુ જોર છે છતાં મૈ કોંગ્રેસમાં લીડ અપાવી છે. આમાં ક્યાંથી પક્ષ વિરોધી પ્રવુતિ હોય અને તમે કહો છો કે જો લેટરમાં નામ હોય તો આવું થઈ ગયું હશે તો સિનિયર નેતાઓ મારી વફાદારી સમજીને નિર્ણયને રદ્દ કરી આપશે
કોંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો
વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીર સહિત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને કરાયા હતા સસ્પેન્ડ
કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.