બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / Expensive to share Netflix password! Company released new feature, have to pay more money

નિયમોમાં ફેરફાર / Netflixનો પાસવર્ડ શેર કરવો પડશે મોંઘો! કંપનીએ બહાર પાડ્યું નવું ફીચર, આપવા પડશે વધુ પૈસા

Megha

Last Updated: 03:26 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીના જણાવ્યા અનુસાર Netflix એકાઉન્ટને ફક્ત ઘરના સભ્યો સાથે જ શેર કરી શકાય છેઅને Netflix હવે દરેક એકાઉન્ટ માટે પ્રાઇમરી લોકેશન સેટ કરશે.

  • Netflix એકાઉન્ટને ફક્ત ઘરના સભ્યો સાથે જ શેર કરી શકાશે 
  • નવા ફીચર માટે યુઝર્સે ફી પણ ચૂકવવી પડશે
  • Netflix ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ ક્રેકડાઉન શરૂ કરી શકે

એ એક નવું ફીચર બહાર પાડવાનું શરૂ ર્યુ છે. જો કે Netflixના આ નવા ફીચરથી તેના યુઝર્સ ઘણા નિરાશ થઈ રહ્યા છે કારણ કે આ નવા ફીચર મુજબ કંપની પાસવર્ડ શેરિંગ કરવાનું બંધ કરી રહી છે. જણાવી દઈએ કે કંપની આ ફીચરને ઘણા દેશોમાં રોલઆઉટ કરી રહી છે. નોંધનીય છે કે આ અંગે અગાઉ પણ અહેવાલો આવી ચૂક્યા છે પણ હવે કંપનીએ તેને જારી કરવાનું શરૂ કરી દીધું છે. 

Netflix એકાઉન્ટને ફક્ત ઘરના સભ્યો સાથે જ શેર કરી શકાશે 
એક રિપોર્ટ અનુસાર Netflix એ કેનેડા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્પેનમાં પાસવર્ડ શેરિંગ પર ક્રેકડાઉન કર્યું છે. આ સાથે જ અગાઉ કંપનીએ ચિલી, કોસ્ટા રિકા, પેરુ અને બીજા દેશોમાં આ ફીચરનું ટેસ્ટ કર્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર Netflix એકાઉન્ટને ફક્ત ઘરના સભ્યો સાથે જ શેર કરી શકાય છે. એટલે કે આ ફીચરનો અર્થ એ છે કે એક જ જગ્યાએ રહેતા એકાઉન્ટ ઓનર્સ તેનો ઉપયોગ કરી શકે છે. જણાવી દઈએ કે Netflix હવે દરેક એકાઉન્ટ માટે પ્રાઇમરી લોકેશન સેટ કરશે. આ સાથે જ કંપનીએ કહ્યું કે જો તમે એકાઉન્ટને ઘરની બહાર એ પણ બે લોકો સુધી શેર કરવા માંગો છો તો એ માટે સ્ટાન્ડર્ડ અથવા પ્રીમિયમ ટાયરમાં સબ્સ્ક્રિપ્શન કરવું પડશે. 

નવા ફીચર માટે યુઝર્સે ફી પણ ચૂકવવી પડશે
Netflixના આ નવા ફીચર અનુસાર આ માટે યુઝર્સે ફી પણ ચૂકવવી પડશે. જણાવી દઈએ કે કેનેડા અને ન્યુઝીલેન્ડમાં તેની કિંમત $8 અને સ્પેનમાં €6 છે. આ સાથે જ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે સબ્સ્ક્રાઇબર્સ હજી પણ તેમના પર્સનલ ડિવાઇસ પર નેટફ્લિક્સ જોઈ શકે છે અથવા નવા ટીવી પર લૉગિન કરી શકે છે જેમ કે તેઓ હોટલ અથવા હોલિડે રેન્ટલ પર કરે છે. 

Netflix ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ ક્રેકડાઉન શરૂ કરી શકે
આ સાથે જ નેટફ્લિક્સે તાજેતરમાં એક નવું ફીચર બહાર પાડ્યું છે અને એ ફિચરની મદદથી યુઝર્સ ટ્રૅક કરી શકે છે કે કેટલા લોકો પાસે તેમના Netflix એકાઉન્ટની ઍક્સેસ છે. આ માટે યુઝર્સે ફક્ત એમના મેનેજ એકાઉન્ટ એક્સેસ અને ડિવાઇસીસ સેકશનમાં જવું પડશે. ત્યાં યુઝર્સને એમની તમામ વિગતો ત્યાં દેખાશે. આ સાથે જ તેમાં ઉપકરણનું સ્થાન અને IP સરનામું પણ શામેલ છે.  એટલા માટે એવું માનવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ ક્રેકડાઉન શરૂ કરી શકે છે. આ સાથે યુઝર્સ પાસવર્ડ શેરિંગમાં લિમિટ લગાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ