બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / Even if girl leaves house on her own will to go with a boy, it does not give him right to rape her: Calcutta High Court

ન્યાયિક ફેંસલો / છોકરી મરજીથી ઘર છોડે તો પણ છોકરાને બળાત્કારનો અધિકાર નથી મળી જતો- HCનો ચુકાદો

Hiralal

Last Updated: 03:15 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરી મરજીથી ઘર છોડે તો પણ છોકરાને તેની સાથે કોઈ અઘટિત કામ કરવાનો હક મળી જતો નથી તેવું કલકત્તા હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે.

  • કલકત્તા હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • છોકરી મરજીથી જાય તો પણ છોકરાને રેપ નથી મળી જતો અધિકાર
  • છોકરીને ભગાડીને લઈ ગયો હતો છોકરો કર્યો હતો રેપ 

કલકત્તા હાઈકોર્ટની જલપાઈગુડી બેન્ચે ઠરાવ્યું છે કે, જો કોઈ મહિલા કે યુવતી પોતાની મરજીથી આરોપી સાથે જાય તો પણ તેને બળાત્કારનો અધિકાર મળતો નથી. બળાત્કારના કેસની સુનાવણી કરી રહેલી કોર્ટે આરોપીની સજાને યથાવત રાખી હતી. કોર્ટે દોષીની સજા 7 વર્ષથી ઘટાડીને 4 વર્ષ કરી દીધી છે.

કોર્ટે શું કહ્યું 
આરોપીએ કહ્યું હતું કે, પીડિતાનું અપહરણ નથી થયું, પરંતુ તે પોતાની મરજીથી પોતાના માતા-પિતાનું ઘર છોડીને આવી હતી. આરોપીની દલીલ પર હાઈકોર્ટે કહ્યું કે જો અમે ફરિયાદી (પીડિતાના પિતા)ના નિવેદન પર જઈએ અને એ પણ માની લઈએ કે પીડિતાનું અપહરણ થયું નથી, તો તે પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી. આનો અર્થ એ નથી કે તે આરોપીને પીડિતાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો અથવા કોઈ જાતીય ગુનો કરવાનો અધિકાર આપે છે. કોર્ટે પીડિતાના નિવેદનો પર આધાર રાખતાં કહ્યું, "આ કિસ્સામાં, ઊલટતપાસમાં એવું કશું બહાર આવ્યું નથી જે પીડિતાની વિશ્વસનીયતાને અસર કરી શકે." આવી સ્થિતિમાં, પુરાવા માંગવાનું કોઈ કારણ નથી, કારણ કે તે પીડિતા દ્વારા પહેલેથી જ થયેલી ઈજાનું અપમાન હશે.

શું બની હતી ઘટના 
2007માં પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 26 વર્ષીય હેમંત બર્મન પર 7મા ભણતી બાળકીનું અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપીએ ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બંને સંબંધમાં હતા. આરોપીએ એમ પણ કહ્યું હતું કે તે પીડિતા અને તેની માતા સાથે કામ કરે છે અને તે બીજે રહેતો હોવાથી પિતાને તેમના પ્રેમ સંબંધની જાણ નહોતી. તેણે કહ્યું હતું કે પીડિતા તેની મરજીથી તેની સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. અહીં ટ્રાયલ કોર્ટને પીડિતાએ કહ્યું કે તેણે આરોપી સાથે જવાની ના પાડી દીધી છે અને બળજબરીથી તેને લઈ જવામાં આવી છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ નિવેદનની ઊલટતપાસની જરૂર નથી. 

આરોપીએ સગીરા પર કર્યો હતો રેપ
ત્યારબાદ જસ્ટીસે પીડિતાના નિવેદન પર આધાર રાખ્યો હતો કે આરોપીએ તેનું અપહરણ કર્યું હતું, તેને ત્રણ દિવસ સુધી રાખી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ નિવેદન આપ્યું હતું કે બળાત્કાર દરમિયાન તેણે એલાર્મ પણ ઉભું કર્યું હતું. તેણે કહ્યું હતું કે આ પછી, આરોપીના સંબંધીઓએ અવાજ અંગે પૂછપરછ કરી હતી, ત્યારબાદ તેણે બળાત્કારનો ખુલાસો કર્યો હતો. આ વિધાનોનો સ્વીકાર કરીને તેમણે દોષનો ટોપલો માન્ય રાખ્યો હતો. જોકે, તેની સામે અપહરણના આરોપમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ