બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Ethics Committee passes resolution against Mahua Moitra, Congress MP votes in support

રિપોર્ટ / મહુઆ મોઇત્રાનું સંસદ પદ ગયું સમજો! એથિક્સ કમિટીએ પસાર કર્યો ઠરાવ, કોંગ્રેસ સાંસદનું મતદાન ચર્ચામાં

Pravin Joshi

Last Updated: 07:30 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 સભ્યોની એથિક્સ કમિટીમાં ભાજપના સાત સભ્યો, કોંગ્રેસના ત્રણ સભ્યો અને બસપા, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સિસ્ટ (સીપીઆઈ-એમ) અને જનતા દળ (યુનાઈટેડ)ના એક-એક સભ્યનો સમાવેશ થાય છે.

  • એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો
  • સમિતિએ ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી
  • બેઠકમાં સમિતિનો 500 પાનાનો અહેવાલ સ્વીકારવામાં આવ્યો 
  • છ સભ્યોએ અહેવાલ સ્વીકારવાનું સમર્થન કર્યું હતું 


લોકસભાની એથિક્સ કમિટીના છ સભ્યોએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાને "લાંચ લેતી વખતે પ્રશ્નો પૂછવાના" આરોપમાં સંસદના નીચલા ગૃહમાંથી હાંકી કાઢવાની ભલામણ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વિનોદ કુમાર સોનકરની આગેવાની હેઠળની સમિતિએ ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સમિતિનો 500 પાનાનો અહેવાલ સ્વીકારવામાં આવ્યો હતો. સોનકરે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સમિતિના છ સભ્યોએ અહેવાલ સ્વીકારવાનું સમર્થન કર્યું હતું અને ચારે તેનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે હવે આ રિપોર્ટ આગળની કાર્યવાહી માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવશે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા પર લાંચના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી જૂથને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો. મોઇત્રાએ આરોપોને ફગાવી દીધા હતા.

સમિતિમાં કોના કેટલા સભ્યો છે?

રિપોર્ટ અનુસાર, 6 સાંસદોએ મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 4 વિપક્ષી સાંસદોએ એથિક્સ કમિટીના રિપોર્ટની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ 15 સભ્યોની એથિક્સ કમિટીમાં ભાજપના સાત સભ્યો, કોંગ્રેસના ત્રણ અને બસપા, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) અને જનતા દળ (યુનાઈટેડ)ના એક-એક સભ્યનો સમાવેશ થાય છે. મહુઆની હકાલપટ્ટીના સમર્થનમાં મતદાન કરનારાઓમાં કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે પ્રનીત કૌર કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. અમરિન્દર સિંહે કોંગ્રેસ છોડ્યા બાદ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ પર કોઈ ચર્ચા થઈ નથી : JDU સાંસદ

દરમિયાન, પેનલના સભ્ય અને જેડીયુ સાંસદ ગિરધારી યાદવે કહ્યું કે સભ્યો વચ્ચે રિપોર્ટ પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે વધુમાં કહ્યું, "આ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. તમે માત્ર ઉલટતપાસ કરી છે. તે પછી, તમારે ચર્ચા કરવા માટે પેનલના સભ્ય સાથે બેઠક કરવી જોઈતી હતી. તેમની પાસે બહુમતી છે અને તેથી તેઓ કંઈપણ કરી શકે છે." જ્યારે વિપક્ષ માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સાંસદે મહુઆ મોઇત્રાને સમર્થન આપ્યું અને કહ્યું, "મહાભારત (યુદ્ધ) દ્રૌપદીના અપહરણને કારણે થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ