બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Enjoy the fun of Kankaria Carnival! CM Bhupendra Patel inaugurated, ban on carrying these items

ઉદ્ઘાટન / માણી લો કાંકરિયા કાર્નિવલની મજા ! CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ધાટન, આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

Vishal Khamar

Last Updated: 09:22 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. કાંકરિયા કાર્નિવલને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ દ્વારા શહેરનાં અમુક રસ્તા પર ભારે વાહન પર પ્રતિબંધ પ્રતિબંધ મુકાયો.

  • અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
  • મુખ્યમંત્રીએ 216 કરોડનાં ઈ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા
  • શહેરમાં સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા

અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અના ખાતમૂર્હત કર્યા હતા. 14 કરોડનાં ખર્ચે રી ડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું. 

સ્વચ્છતા માસ્કોટનું ઉદઘાટન કરવામાં આવ્યું
શહેરમાં સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવવામાં આવી હતી. સ્વચ્છતા માસ્કોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું કે, એએમસી દ્વારા આયોજીત કાંકરિયા કાર્નિવલ સાથે 155 કરોડનાં વિકાસલક્ષી કામોનાં લોકાર્પણ સાથે હું સૌને શુભેચ્છા પાઠવું છું. તમામ પદાધિકારીઓ સાથે ત્રણ પૂર્વ મેયર પણ હાજર રહ્યા હતા. આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં જન્મ દિવસને આપણે સુશાસન તરીકે ઉજવીએ છીએ. પ્રધાનમંત્રીએ પોતાનાં વિઝનથી રાજ્ય અને શહેરોનાં વિકાસ કરવામાં આવ્યા છે. 

છેલ્લા ચૌદ વર્ષમાં અનેક લોકોએ આ કાંકરિયા ની મુલાકાત લીધી છે
અમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 25 થી 31 દરમ્યાન કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલને લઈ 7 એન્ટ્રી ગેટ અને 3 મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. સવારે 10 થી લઈ  રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલ યોજાશે.  ગયા અઠવાડીયામાં 22 લાખ લોકોએ મુલાતાક લીધી હતી. 

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો 
કાંકરિયા કાર્નિવલ તેમજ નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલ દરમ્યાન 3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 7 ગેટ પરનાં દરેક ગેટ પર SHE ટીમ, 2 બોમ્બ સ્કોડ તૈનાત કરાશે. તેમજ 2 ડીસીપી, એસીપી, 19 પીઆઈ, 76 પીએસઆઈ સહિત 760 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેમજ એક એસઆરપી કંપની તેમજ 150 જેટલા હોમગાર્ડ પણ બંદોબસ્તમાં રહેશે.  બોડીવોર્ન કેમેરા, વોકીટોકી સેટ, વોચ ટાવરનો પણ ઉપયોગ કરવામાં આવશે.  જ્યારે ટ્રાફિક માટે 1 જેસીપી, 2 ડીસીપી અને 1 એસીપી, જ્યારે 2 પીઆઈ, 2 પીએસઆઈ, 350 ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં રહેશે. 

 

ભારે વાહન પર પ્રતિબંધ પ્રતિબંધ મુકાયો
અમદાવાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરે ગ્રીન કેકર્સનો ઉપયોગ થશે. સાયલેન્સ ઝોન અને જાહેર રોડ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ક્રિશમશની રાત્રે અને 31 ડિસેમ્બરે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે. સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરનામાનો ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. 

કોમલ વ્યાસ (DCP, ટ્રાફિક કંટ્રોલ )

થર્ટી ફર્સ્ટનાં રોજ સાયલન્ટ ઝોનમાં ફટાકડા ન ફોડવા નાગરિકોને અપીલઃ કોમલ વ્યાસ (DCP, ટ્રાફિક કંટ્રોલ )
આ બાબતે ટ્રાફિક કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, થર્ટી ફસ્ટ અને 25 ડિસેમ્બર નાતાલ તેમજ શહેરીજનોમાં કાંકરીયા કાર્નિવલની જેમ રાહ જોવાતી હોય છે. તે જ રીતે કાંકરીયા કાર્નિવલ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો વર્ષોથી મોટી સંખ્યામાં સીજી રોડ પર એકત્રિત થતા હોય છે. મધ્યરાત્રીએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રીએ યુવક-યુવતીઓ એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જેથી સાંજે છ વાગ્યા થી સીજી રોડ તરફ જતા મહત્વનાં માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે. જેથી ત્યાં વાહને અને માણસો એક સાથે એકત્રીત ન થાય. એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રીએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને નેશનલ ટ્રીયુબ્યુનલનાં આદેશ અનુસાર ગ્રીન ફાયર કેકર્સનો જ ઉપયોગ કરવા અપીલ કરૂ છું.  તેમજ શાળા, કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો જેને સાયલન્સ ઝોન તરીકે જાહેર કર્યા છે. તેવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ન ફોડવામાં આવે એ માટે તમામ નાગરિકોને અપીલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ