બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Emergency secret meeting of Union Minister Rupala with contenders of Waghodia seat

ગુજ'રાજ' 2022 / મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે? કેન્દ્રીયમંત્રી રૂપાલાની વાઘોડિયા બેઠકના દાવેદારો સાથે ઈમરજન્સી ગુપ્ત બેઠક, એજન્ડાની ચારેયકોર ચર્ચા

Kishor

Last Updated: 11:58 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલાએ વાઘોડિયા બેઠકના દાવેદારો સાથે ઈમરજન્સી ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.

  • કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે  
  • ખાનગી ફાર્મ હાઉસમાં થઈ ગુપ્ત બેઠક
  • બેઠકથી વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાંની સાથે જ હવે કેન્દ્રીય નેતાઑના ગુજરાત આવાગમનમાં વધારો થયો છે. તેવામાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક  આવેલ પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. સુમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા હતા.  બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. વધુમાં ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી છે. 
 
ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું છે.
 
ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન 
વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં  પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે.  9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે. વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા છે. ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે.  

દિલ્લીમાં ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે
વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક આજે પૂર્ણ થઈ છે જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ છે. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.

2017માં ભાજપે  99 બેઠકો જીતી હતી
જો આપણે ગુજરાતના રાજકારણમા નજર કરી અને તેમાંય ધર્મ પ્રમાણે સમીકરણ પર નજર  કરીએ તો તેમાં હિંદુ 88.57%, મુસ્લિમ 9.67%, ખ્રિસ્તીઓ 0.52%, શીખ 0.10% અને જૈન 0.96% છે. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી હતી. અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી. રાજ્યમાં આ વખતે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ