બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Elvish Yadav released by police in 20 minutes: YouTuber accused of selling snake venom let go after being stopped by polic

મનોરંજન / એલ્વિશ યાદવને પોલીસે 20 મિનિટમાં છોડ્યો: સાંપનું ઝેર વેચવાના આરોપી યુટ્યુબરને પોલીસે અટકાવ્યો પછી જવા દીધો, જાણો શું થયું

Megha

Last Updated: 09:04 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના તમામ શહેરોમાં વિધાનસભા ચૂંટણીને કારણે નાકાબંધી કરવામાં આવી હતી એ સમયે એલ્વિશ યાદવની કોટા ગ્રામીણ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી

  • રાજસ્થાનમાં એલ્વિશ યાદવની અટકાયત કરવામાં આવી હતી
  • 20 મિનિટ સુધી પૂછપરછ કર્યા બાદ એલ્વિશને છોડી દેવાયો 
  • પોલીસ અધિકારીએ કહ્યું એલ્વિશ પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

રેવ પાર્ટી અને કોબ્રા સાપનું ઝેર ખરીદવાના કેસમાં ફરાર બિગ બોસ OTT વિનર એલ્વિશ યાદવની શનિવારે રાજસ્થાનના કોટા જિલ્લાની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ 20 મિનિટની પૂછપરછ બાદ એલ્વિશ યાદવને છોડી દેવામાં આવ્યો હતો.

રાજસ્થાનમાં એલ્વિશ યાદવની અટકાયત કરવામાં આવી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના તમામ શહેરોમાં વિધાનસભા ચૂંટણીને કારણે સમગ્ર રાજસ્થાનની પોલીસે સાંજે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી નાકાબંધી કરી હતી. આ નાકાબંધી દરમિયાન એલ્વિશ યાદવની કોટા ગ્રામીણ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. તે કાર ચલાવી રહ્યો હતો. તેની સાથે અન્ય એક વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું.

20 મિનિટ સુધી પૂછપરછ કર્યા બાદ છોડી દેવાયો 
આ સાથે સુકેત પોલીસ સ્ટેશન રામગંજના SHOએ ધરપકડનો ઈન્કાર કર્યો છે. તેણે જણાવ્યું કે નાકાબંધી દરમિયાન એલ્વિશ યાદવની અટકાયત કરવામાં આવી હતી. લગભગ 20 મિનિટ સુધી પૂછપરછ કર્યા બાદ તેને જવા દેવામાં આવ્યો. રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ અટકાયતની પુષ્ટિ કરી છે. હાલમાં કોટા પોલીસે વધુ માહિતી આપી નથી. આ પછી નોઈડા પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એલ્વિશ પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. 

નોઈડા પોલીસની એક ટીમ કોટા જવા રવાના 
જણાવી દઈએ કે 3 નવેમ્બરના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીનું આયોજન કરવા અને તેમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો કેસ નોંધ્યો હતો. તે સમયે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એલ્વિશ યાદવ ફરાર હતો. હાલ કહેવામાં આવી રહ્યું છે કે નોઈડા પોલીસની એક ટીમ કોટા પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ