બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / elon musks brain chip firm neuralink says us approval won for human study

FDA / કોમ્પ્યુટર અને મોબાઈલની મદદથી મગજ પર થશે કંટ્રોલ! એલોન મસ્કની બ્રેઈન ચિપને મળી ટ્રાયલની મંજૂરી

Manisha Jogi

Last Updated: 01:55 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરાલિસિસથી પીડિત દર્દી સમજી વિચારીને મોબાઈલ અને કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે. એલન મસ્કે ન્યૂરાલિંકની ટીમને શુભકામનાઓ પાઠવી છે. ન્યૂરાલિંકે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે.

  • હ્યૂમન ટ્રાયલ માટે FDAની મંજૂરી
  • પેરાલિસિસગ્રસ્ત વ્યક્તિ મોબાઈલ અને કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે
  • એલન મસ્કે ન્યૂરાલિંકની ટીમને શુભકામનાઓ પાઠવી

એલન મસ્કની બ્રેઈન ચિપ કંપની ન્યૂરાલિંકને હ્યૂમન ટ્રાયલ માટે FDA પાસેથી મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રાયલ સફળ થશે તો આ ચિપની મદદથી બ્લાઈન્ડ લોકો પણ જોઈ શકશે. પેરાલિસિસથી પીડિત દર્દી સમજી વિચારીને મોબાઈલ અને કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે. એલન મસ્કે ન્યૂરાલિંકની ટીમને શુભકામનાઓ પાઠવી છે. ન્યૂરાલિંકે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે. 

ન્યૂરાલિંક ડિવાઈસ શું છે?
ફોનને બ્રેઈન સાથે કનેક્ટ કરશે

ન્યૂરાલિંકે સિક્કાના આકારનું એક ડિવાઈસ બનાવ્યું છે, જેને લિંક નામ આપવામાં આવ્યું છે. આ ડિવાઈસ કમ્પ્યૂટર, મોબાઈલ ફોન અથવા અન્ય ડિવાઈસને બ્રેઈન એક્ટિવિટી (ન્યૂરલ ઈમ્પલ્સ) સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે. પેરાલિસિસગ્રસ્ત વ્યક્તિના મસ્તિષ્કમાં ચિપ લગાવ્યા પછી માત્ર વિચારવાથી માઉસનું સર્વર મૂવ કરી શકાશે. 

અદ્રશ્ય ચિપ
આ ચિપ ઈમ્પ્લાંટેબલ, કોસ્મેટિકરૂપે અદ્રશ્ય બ્રેઈન-કમ્પ્યૂટર ઈન્ટરફેસ ડિઝાઈન કરવામાં આવી રહી છે. જેથી ક્યાંય પણ રહો તે છતાં મોબાઈલ ડિવાઈસ પર કંટ્રોલ રહેશે. માઈક્રોન સ્કેલ થ્રેડ્સ બ્રેઈનને તે ક્ષેત્રમાં નાખી શકાશે જે મૂવમેન્ટ કંટ્રોલ કરસે. તમામા થ્રેડમાં અનેક ઈલેક્ટ્રોડ હોય છેસ, જે લિંક ઈમ્પ્લાન્ટ સાથે જોડે છે. 

રોબોટીક પ્રણાલી
કોઈપણ માનવી આ થ્રેડ નહીં નાખી શકે, જે માટે રોબોટીક સિસ્ટમ ડિઝાઈન કરવામાં આવી છે, જે યોગ્ય પ્રકારે થ્રેડ ઈમ્પ્લાન્ટ કરી શકાશે. આ ડિવાઈસ ચાર્જ કરવાનું રહેશે. જે માટે કોમ્પેક્ટ ઈન્ડક્ટિવ ચાર્જર ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે બેટરીને બહારથી ચાર્જ કરવા માટે વાયરલેસ રીતે ઈમ્પ્લાન્ટ સાથે જોડે છે. આ ટેકનિક અનેક પ્રકારના ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનો ઈલાજ કરવાની ક્ષમતા ધરાવે છે. 

કેટલું સુરક્ષિત?
ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં જનરલ એનેસ્થેસિયા સાથે જોડાયેલ જોખમ હોય છે. જેથી પ્રોસેસ ટાઈમ ઓછો કરવા માટે જોખમ ઓછું કરી શકાય છે. કંપનીએ તે માટે ન્યૂરોસર્જિકલ રોબોટ ડિઝાઈન કર્યો છે, જેથી યોગ્ય પ્રકારે ઈલેક્ટ્રોડ ઈમ્પ્લાન્ટ કરી શકાય. ખોપડીમાં 25 મિમી ડાયામીટરના એક છિદ્રની મદદથી થ્રેડ નાખવા માટે રોબોટ ડિઝાઈન કરવામાં આવ્યો છે, જેથી બ્લીડિંગનું પણ જોખમ છે. જે માટે માઈક્રો સ્કેલ થ્રેડ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ