બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Elon Musks big announcement Twitter will pay $8 a month for Blue Tick adding these extra features

BIG BREAKING / એલન મસ્કની મોટી જાહેરાત, ટ્વીટરમાં બ્લૂ ટિક માટે મહિને 8 ડોલર ચૂકવવા પડશે, આ વધારાની સુવિધાઓ ઉમેરી

Kishor

Last Updated: 11:56 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના નવા માલિક એલન મસ્કે મોટી જાહેરાત કરી છે. જેમાં  ટ્વિટરમાં હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે.

  • એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ કંપનીમાં ઉથલપાથલ
  • ટ્વિટરમાં હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે
  • એલન મસ્કે કરી મોટી જાહેરાત 

ટેસ્લાના CEO એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ કંપનીમાં મોટા પાયે ઉથલ પાથલ સર્જાઇ રહી છે. કંપનીમાં કઈકને કઇક બદલાવ આવી રહ્યા છે. જેને લઇને એકબાજુ કર્મીઑના ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. તેવામાં વધુ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં એલન મસ્કે મોટી જાહેરાત કરી છે અને હવે ટ્વિટરમાં બ્લૂટિક માટે મહીને 8 ડોલર ચૂકવવા પડશે. તેમ જણાવ્યું છે.એક ટ્વીટમાં આ પ્રમાણે જણાવ્યું છે.

 
આ સાથે બ્લૂ ટિક ધરાવતા એકાઉન્ટ્સને આ પ્રમાણેની વધારાની સુવિધા મળશે
વધૂમાં બ્લૂ ટિક ધરાવતા એકાઉન્ટ્સને વધારાની સુવિધા પણ આપવામાં આવશે.જેમાં રિપ્લાય, મેન્શન અને સર્ચમાં પ્રથમ પસંદગી મળશે. આ ફીચર સ્પેમ અને સ્કેમ અટકાવશે તેવો મસ્કે દાવો કર્યો છે. વધુમાં અન્ય સુવિધાની વાત કરીએ તો વીડિયો અને ઓડિયો લાંબા સમય મર્યાદામાં અપલોડ કરી શકાશે અને જાહેરાતો અડધી કરી દેવાશે. તેવું જાણવા મળી રહ્યું છે. 


એલન-એ-ટ્વીટર ડીલ!
ટ્વીટરને હસ્તગત કરવાની આખી ડીલ એપ્રિલ 2022થી શરૂ થઈ હતી. જે 4 એપ્રિલે એલન મસ્કે ટ્વીટરની 9.2% ભાગીદારી પર કબજો કર્યો હતો. આ ભાગીદારી સાથે જ મસ્ક ટ્વીટરના સૌથી મોટા શેયર ધારક બની ગયા હતા. ભાગીદારીને જોતા ટ્વીટરે બોર્ડ મેમ્બરેમાં સામેલ થવા મસ્કને રજૂઆત કરાઈ. મસ્કે બોર્ડ મેમ્બરમાં સામેલ થવાનો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો અને મસ્કે 54.2 ડોલર પ્રતિ શેયરના ભાવે 44 અબજ ડોલરમાં ટ્વીટર ખરીદવાની ઓફર કરી હતી જે શરુઆતમાં ટ્વીટરે મસ્કની ઓફરને અસ્વીકાર કર્યું અને બાદમાં ટ્વીટરના શેયર હોલ્ડર આ ડીલ માટે તૈયાર થયા હતાં. ટ્વીટરે પોતાના પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા 5% સુધી બતાવી. બોટ્સની ટકાવારી પર શંકા જતા મસ્કે ડીલ હોલ્ડ કરી હતી. 16 મેના રોજ CEO પરાગ અગ્રવાલ અને મસ્ક વચ્ચે બોટ્સને લઈ વિવાદ થયો હતો. પછી મસ્કે બોટ્સની ખોટી ટકાવારીનો કારણ આખી ડીલ નિરસ્ત કરી અને 12 જુલાઈએ ટ્વીટર ડીલ નિરસ્ત કરવા બદલ મસ્ક પર કેસ કર્યો જેમાં 4 ઓક્ટોબરે મસ્કે ફરીથી ડીલ સંપૂર્ણ ક્લોઝ કરવા ટ્વીટરને ઓફર કરી હતી જે ફાઈનલી 27 ઓક્ટોબરે ટ્વીટરને હસ્તગત કરતી ડીલ સંપૂર્ણ થઈ હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ