બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Eklavya school karate teacher arya dubey showcased nude videos to female students, police arrested

વિકૃતિ / અમદાવાદમાં શિક્ષકની અશ્લીલ કરતૂત, કરાટે ટીચરે, વિદ્યાર્થીનીઓને ફોનમાં બીભત્સ વીડિયો બતાવ્યો, લંપટની ઘરપકડ

Vaidehi

Last Updated: 07:00 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એકલવ્ય સ્કૂલમાં કરાટે ટીચરે વિદ્યાર્થીનીઓને ફોનમાં ન્યૂડ વીડિયોઝ દેખાડવાની અશ્લીલ હરકત કરી હતી. જે બાદ પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.

  • એકલવ્ય સ્કૂલમાં બની શરમજનક ઘટના
  • કરાટે શિક્ષકે વિદ્યાર્થીઓને બતાવ્યાં અશ્લીલ વીડિયોઝ
  • લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીઓને ધમકી પણ આપી હતી

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય એજ્યુકેશન સ્કૂલમાં ફરી એક શિક્ષકને લજવતો કિસ્સો સામે આવ્યો. વસ્ત્રાલમાં આ સ્કૂલની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વિડીયો બતાવવા બદલ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે બાદ શિક્ષકની ધરપકડ કરવામાં આવી. શિક્ષકનાં આ વિકૃત વર્તનથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.  પ્રતિષ્ઠિત સ્કૂલમાં કોણ છે આ વિકૃત  શિક્ષક?

કરાટે શીખવતો લંપટ શિક્ષક
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય એજ્યુકેશન સ્કૂલમાં કરાટે શીખવતાં લંપટ શિક્ષક શાળાની વિદ્યાર્થીનીઓને તેના ફોનમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો. આ વિદ્યાર્થીનીઓને બીભત્સ વીડિયો બતાવ્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીનીઓને કોઈને કહેશો તો ક્લાસમાં આવવા નહીં દે તેવી ધમકી પણ આપી હતી. જેનાં કારણે વિદ્યાર્થીનીઓએ કોઈને આ ઘટના અંગે જાણ નહોતી કરી. જો કે ઘટનાનું પુનરાવર્તન થતું રહેતા વિદ્યાર્થીનીઓએ તેમના વાલીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ વાલીઓને થતાં તેઓ શાળાએ પહોંચી હોબાળો કરી લંપટ શિક્ષક આર્ય દુબેની ધુલાઈ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે વાલીઓના અને શાળાના પ્રિંસિપાલના નિવેદન નોંધી લંપટ શિક્ષક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે કરી ધરપકડ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે શિક્ષક આર્ય દુબે એ વિકૃત માનસિકતા સાથે ન્યૂડ વીડિયો બતાવ્યા હતા. દિવાળીના એક સપ્તાહ પહેલા શિક્ષક આર્ય દુબેએ વિદ્યાર્થીનીઓને આ વીડિયો બતાવ્યાં હતા. શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી શાળામાં કરાટેના ટ્રેનર તરીકે કામ કરી રહ્યો હતો. સ્કૂલમાં વાલીઓએ રોષ વ્યકત કરતા શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રત્યક્ષ રીતે બોલાવી તેમની સાથે બનેલ ઘટના અંગે જાણકારી મેળવી જેના આધારે શાળા દ્વારા આર્ય દુબે નામના કરાટે શિક્ષકને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમ છતાંય વાલીઓનો આક્રોશ શાંત થયો ન હતો. કારણ કે  અશ્લીલ વીડિયોને લઈને શિક્ષકે વિદ્યાર્થીનીઓને કરાટેમાં માર્ક ન મુકવાની ધમકી પણ આપવામાં આવી હતી..

કોર્ટમાં થશે રજૂઆત
વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં બનેલી આ અશ્લીલ ઘટના બાદ રામોલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પીટી ટીચર દ્વારા પણ વિદ્યાર્થીનીઓની છેડતી કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવા લંપટ શિક્ષકના કારણે હવે વિદ્યાર્થીનિઓ સ્કૂલમાં પણ સુરક્ષિત નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ