બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Eggplant Oola and rotla party in school in Dwarka, education minister also praised as the video went viral

સરાહનિય / VIDEO: દ્વારકાની શાળામાં રીંગણાંનો ઓળો અને રોટલાની પાર્ટી: બાળકોએ જાતે જ રોટલા બનાવ્યા... વીડિયો વાયરલ થતાં શિક્ષણમંત્રીએ પણ કર્યા વખાણ

Priyakant

Last Updated: 02:02 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Latest News: દેવભૂમિ દ્વારકાના હરીપર ગામની શાળાનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષક અને શાળાને અભિનંદન પાઠવ્યા

  • દેવભૂમિ દ્વારકાની શાળાના વીડિયો મુદ્દે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન 
  • શાળામાં ઉજવાયેલા 'જોયફૂલ સેટરડે'ની પ્રફુલ્લ પાનસેરિયાએ કરી પ્રશંસા 
  • પ્રફુલ્લ પાનસેરિયાએ વીડિયોકોલથી શિક્ષક સામત બેલાના કાર્યની કરી સરાહના 
  • બાળકો જાતે ભોજન બનાવી જમતા હોવાનો વીડિયો થયો હતો વાયરલ 
  • હરીપર ગામના શિક્ષક સામત બેલાએ બાળકોના સુંદર વીડિયો બનાવ્યો હતો 
  • શિક્ષણમંત્રીએ શિક્ષકને અભિનંદન પાઠવી કાર્યના કર્યા વખાણ

Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના બાળકોનો એક વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર મામલે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા એ મહત્વની પ્રતિક્રિયા આપી અને બાળકોનો તેમજ શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. વાત જાણે એમ છે કે, કલ્યાણપુર તાલુકાના છેવાડા ના હરીપર ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રીંગણાંનો ઓળો અને રોટલા બનાવતા અને જમતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં ખુદ શિક્ષણમંત્રીએ શિક્ષકને ફોન કરી શાળા અને બાળકોના વખાણ કર્યા હતા. 

શનિવારના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર પ્રાથમિક શાળામાં જોયફૂલ સેટરડે અંતર્ગત શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસના હેતુથી જમવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ જાતે રીંગણાંનો ઓળો તેમજ બાજરીના રોટલા હાથે બનાવી સમગ્ર શાળાના બાળકોને જમાડ્યા હતાબાળકોએ ઉત્સાહ સભર આ કાર્યક્રમમાં સુંદર અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. આ શાળાના શિક્ષક સામત બેલાએ એક સુંદર વિડિયો બનાવ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જોયો વિડીયો અને પછી.... 
આ વીડિયોને ખુદ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ નિહાળી તાત્કાલિક આ શાળાના શિક્ષક સામત બેલનો નંબર મેળવી તેઓને વિડિયો કોલ કરી આ કાર્યક્રમની સરાહના કરી તેઓને અભિનંદન પાઠવી શાળાના શિક્ષકો તેમજ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષણ મંત્રીએ શાળાના શિક્ષકોની સાથે તેમજ શાળાના બાળકોની સાથે પણ લાગણી આભાર સંવાદ કરી એક શ્રેષ્ઠ શિક્ષણ મંત્રીની છાપ છોડી હતી. શિક્ષકો તેમજ બાળકો સાથે વિડિયો કોલ મારફતે વાર્તાલાપ કર્યાંનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ જગતમાં આ વિડિયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 

ગુજરાતમાં એક તરફ ખાનગી શાળાઓની મોહ વધી રહ્યો છે ત્યારે ગામડાઓમાં ખાનગી શાળાઓને ટક્કર મારતાં શાળાના શિક્ષકોએ સરકારી શાળાઓને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દ્વારકા જિલ્લામાં સરકારી શાળાઓની કામગીરી નોંધપાત્ર રહી છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.જે ડુમરાણીયા દ્વારા જિલ્લા વિવિધ સરાહનીય કાર્યક્રમો સરકારી શાળાઓમાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં "જોયફુલ સેટરડે", "બાલદેવો ભવ:", "ભણતર સાથે ગણતર"સહ અભ્યાસિક પ્રવૃતિઓ સરકારી શાળાઓમાં શરૂ કરી ગામડાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે. 

સરકારી શાળાઓમાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ ની સાથે સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હરીપર જેવા નાના ગામમાં ધોરણ 1થી8 સુધી સુધી અહી ગામડાના બાળકો શિક્ષણ મેળવે છે. અહીં શાળાના શિક્ષકો પણ ખૂબ ઉત્સાહ સાથે બાળકોને વિવિધ શિક્ષકરમતો અંતર્ગત ઉત્સાહ પૂરો પાડી બાળકોનું શ્રેષ્ઠ ઘડતર  કરી રહ્યા છે. હરિપર પ્રાથમિક શાળાના બાળકોનો રીંગણાંનો ઓળો અને રોટલા બનાવતા વિડિયો વાયરલ થયા બાદ આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો ત્યારે આ શાળાની VTV ન્યૂઝની ટીમે મુલાકાત લઈ બાળકો અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ