બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Education Loan: if you are failed to repay the student loan then bank will take an action

જાણી લેજો! / જો તમે પણ લીધી છે એજ્યુકેશન લોન, તો ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો આવશે પસ્તાવાનો વારો

Vaidehi

Last Updated: 05:13 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બાળકોનાં એજ્યુકેશન લોન લીધા બાદ તમે તેનું રિપેમેંટ કરવામાં નિષ્ફળ રહો છો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો. તેથી લોન લેતાં સમયે આટલી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો.

  • એજ્યુકેશનલ લોન લેતા પહેલાં જાણો આ બાબત
  • જો રિપેમેંટમાં નિષ્ફળ ગયાં તો વધી જશે મુશ્કેલી
  • બેંક લઈ શકે છે તમારા સામે આ એક્શન

EDUCATION LOAN: હાલનાં સમયમાં શિક્ષણ એટલું મોંઘુ થઈ ગયું છે કે માતા-પિતાએ બાળકનાં સારા ભણતર માટે EDUCATION LOAN એટલે કે શિક્ષણ માટેની લોન લેવી પડે છે. એજ્યુકેશન લોનની મદદથી ઘણાં બાળકો મોટા ઈનસ્ટિટ્યૂશનમાં એડમિશન લે છે અથવા તો વિદેશ જઈને પોતાના સપનાઓ પૂરાં કરે છે પરંતુ શું તમે જાણકો છો કે એજ્યુકેશન લોન ચૂકવવામાં જો ગડબડી થાય તો તમારે મોટું નુક્સાન ભોગવવું પડી શકે છે.

એક્સપર્ટસ્ કહે છે કે અન્ય લોનની જેમ એજ્યુકેશન લોન ચૂકવવા માટે પણ તમારી પાસે મજબૂત ફાઈનેંશિયલ પ્લાનિંગ હોવી જરૂરી છે. જો તમે આ લોનને ચૂકવવામાં ડિફોલ્ટ થઈ જાઓ છો તો તમારા વર્તમાન અને ભવિષ્ય બંને પણ ખરાબ અસર પડી શકે છે.

એજ્યુકેશન લોન અંગે આ બાબતોનું ખાસ રાખવું ધ્યાન

ફાઈનેંશિયલ હેલ્થ પર અસર
એજ્યુકેશન લોન અન્ય લોન જેવી જ હોય છે પરંતુ તેનું રિપેમેંટ શિડ્યૂલ થોડું અલગ હોય છે. સામાન્યરીતે એજ્યુકેશન લોન રિપેમેંટ કરવા માટે તમને કોર્ષ પૂર્ણ થયાં બાદ 6-12 મહિનાનો મોરેટોરિયમ આપવામાં આવે છે. આ સમય સુધી મોટાભાગનાં વિદ્યાર્થીઓને જોબ મળી જાય છે જેથી રિપેમેંટ સરળ રહે છે પરંતુ જો એજ્યુકેશન લોનમાં ડિફોલ્ટ જાઓ છો તો તમારી ફાઈનેંશિયલ હેલ્થની સાથે અન્ય તમામ લોન પર ઘણી ખરાબ અસર પડી શકે છે.

સિક્યોર્ડ લોન ડિફોલ્ટ થવાથી મોટું નુક્સાન શક્ય
જો કોઈ કિંમતી એસેટ તમે ગિરવી રાખીને સિક્યોર્ડ એજ્યુકેશન લોન લો છો તો તેને ક્યારે ડિફોલ્ટ થવા ન દેવું જોઈએ. જો તમારી સિક્યોર્ડ લોન ડિફોલ્ટ જાય છે તો તમારી સિક્યોરિટીમાં રાખવામાં આવેલી કિંમતી ચીજો બેંક સિલ કરી શકે છે. EMI ન ચૂકવવા પર તમારી લોનને NPA ઘોષિત કરી દેવામાં આવે છે તેવામાં બેંકને સિક્યોરિટીમાં રાખેલી કિંમતી વસ્તુઓની નીલામી કરીને પૈસા વસૂલવાનો કાયદાકીય અધિકાર મળી જાય છે.

ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે
જો તમે એજ્યુકેશનલ લોન લીધા બાદ EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો તો લેંડર તમને તેના માટે નોટિસ આપી શકે છે. અને નિશ્ચિત સમયગાળામાં લોન ન ચૂકવવા પર તમને બેંક ડિફોલ્ટર જાહેર કરીને ક્રેડિટ બ્યૂરોમાં તેની જાણકારી આપી શકે છે. ડિફોલ્ટર જાહેર થવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે અને આગળ જતાં તમને લોન લેવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એજ્યુકેશનલ લોન લેતાં સમયે આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને સમયસર EMIની ચૂકવણી કરતાં રહેવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ