બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ED raids at 35 locations across the country

તપાસ / Excise Policy: દેશભરમાં 35 સ્થળોએ EDના દરોડા, લિકર પોલિસી કથિત કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 3ની ધરપકડ

Malay

Last Updated: 12:19 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સરકારની નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં લગભગ 35 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી
  • દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડા
  • લિકર પોલિસી કથિત કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 3ની ધરપકડ

દિલ્હી સરકારની નવી આબકારી નીતિ (Excise Policy)ની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે EDએ દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, નેલ્લોર અને ચેન્નાઈ સહિત દેશભરમાં 40 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ ફક્ત હૈદરાબાદમાં જ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી 7 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની થઈ ચૂકી છે ધરપકડ
ઈડીનો આબકારી નીતિ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક નોકરિયાતોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ આ કેસના સંબંધમાં સિસોદિયા (50), ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાની પાસે આબકારી અને શિક્ષણ સહિત અનેક વિભાગ છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલ ચીફ વિજય નાયર અને દારૂના વેપાર સાથે જોડાયેલા સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામ સામેલ છે.

જાણો શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી. મુખ્ય સચિવે 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી આબકારી નીતિ (excise policy)માં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપ લગાવ્યા હતા. આમાં અન્ય બાબતોની સાથે-સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર બાદ ફાયદો પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે.

વિવાદ વધતા પાછી ખેંચવામાં આવી હતી એક્સાઇઝ પોલિસી
દિલ્હીના મુખ્ય સચિવે લેફ્ટનન્ટ ગવર્નરને મોકલેલા તેમના રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે દારૂ વેચનારાઓની લાયસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી. ભાજપ અને કોંગ્રેસે આ કથિત કૌભાંડનો આરોપ લગાવીને દિલ્હી સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવાદ વધતાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી. આ પછી સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધીને તેની તપાસ શરૂ કરી હતી અને તેના આધારે ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ