બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / ED issued an order to seaze 751 crore rupee property of young india and associated journal associated

નેશનલ હેરાલ્ડ કેસ / સોનિયા-રાહુલને EDએ આપ્યો સૌથી મોટો ફટકો, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત, કંપનીમાં 76%નો છે ભાગ

Vaidehi

Last Updated: 04:38 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી ધોરણે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ એક્શન અંતર્ગત 751.9 કરોડની સંપત્તિને કબજે કરવામાં આવ્યું છે.

  • EDથી રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મોટો ફટકો
  • 2010નાં મામલા અંગે હવે લેવાયું એક્શન
  • AJL અને YILની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

એજન્સીએ મની લોન્ડેરિંગનાં મામલામાં પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કરી હતી.  તપાસ એજન્સીએ કહ્યું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અનેક જગ્યાની પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.

રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનાં નામ જોડાયા
2010માં AJLનાં 1057 શેરધારકો હતાં. લૉસ થયા બાગ તેની હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડને ટ્રાંસફર કરી દેવામાં આવી.  યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના પણ 2010માં કરવામાં આવી હતી. તેમાં તાત્કાલિન કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ રાહુલ ગાંધી ડાયરેક્ટરનાં રૂપમાં સામેલ થયાં હતાં. કંપનીમાં 76% ભાગેદારી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની છે જ્યારે બાકીનાં 24%ની હિસ્સેદારી કોંગ્રેસ નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફેર્નાનડિસનાં નામે છે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ ?
દેશનાં પ્રથમ PM જવાહર લાલ નહેરુએ 1937માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ AJLનું ગઠન કર્યું જેનો ઉદેશ્ય અલગ અલગ ભાષાઓમાં સમાચાર પત્રો પ્રકાશિત કરવાનો હતો. જેમાં નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કૌમી અવાઝ સમાચાર પત્રો સામેલ છે. 5000 સ્વતંત્રતા સેનાનીઓ આ એસોસિએશનનાં શેરહોલ્ડર હતાં. 2010માં AJLનાં 1057 શેરધારકો હતાં. ઘાટો થવાને લીધે AJLની હોલ્ડિંગ યંગ ઈન્ડિયાને ટ્રાંસફર કરવામાં આવી.  શેર ટ્રાંસફર થતાં જ AJLનાં શેર હોલ્ડર ભડકી ઊઠ્યાં. પૂર્વ કાયદામંત્રી શાંતિ ભૂષણ અને ન્યાયાધીશ માર્કંડેટ કાટજૂ સહિત અનેક શેરધારકોએ આરોપ લગાડ્યો કે જ્યારે YILએ AJLનું અધિગ્રહણ કર્યું ત્યારે તેમને કોઈ નોટિસ નહોતી આપવામાં આવી. શેરહોલ્ડરની સહમતિ પણ નહોતી લેવામાં આવી.

કેસ
2012માં ભાજપનાં નેતા અને દેશનાં નામી વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઑસ્કર ફર્નાંડીસ, પત્રકાર સુમન દુબે અને સેમ પિત્રોડાની સામે કેસ નોંધાવ્યો. તેમણે દાવો કર્યો કે YILએ 2000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અને તેનો લાભ મેળવવા માટે ખોટી રીતે નિષ્ક્રિય પ્રિંટ મીડિયા આઉટલેટની સંપત્તિને હાસિલ કરી છે.  આરોપ લગાડ્યો કે YILએ 90.25 કરોડ રૂપિયાની વસૂલીનાં અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ