બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating late at night has bad effects on health,Eat before 8 pm

હેલ્થ કેર / રાત્રે સૂતા પહેલા આટલા વાગ્યે અચૂકથી ડિનર કરી લેજો, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ભયંકર અસર, રિસર્ચમાં ખુલાસો

Sanjay Vibhakar

Last Updated: 01:29 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How late can you eat dinner: વધુ પડતા લોકો રાત્રી ભોજન 10-11 વાગ્યાની આસપાસ કરતા હોય છે. ખાસ કરીને શહેરોમાં લેટ નાઈટ ડિનર સામાન્ય વાત છે પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે.

  • મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે
  • પુરુષોનાં પ્રમાણમાં સ્ત્રીઓને વધુ નુકસાન થાય 
  • રાત્રે 8 વાગતા પહેલા જમી લેવું જોઈએ

આજકાલ લોકોની જીવનશૈલી જલ્દીથી બદલાઈ રહી છે. લોકો મોડી રાત સુધી જાગીને કામ કરતા હોય છે. જેથી લેટ નાઈટ ડિનર ખૂબ સામાન્ય બાબત છે. ભલે લોકોને મોડી રાત્રે જમવાનું ગમતું હોય પણ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ રાત્રે 9 વાગ્યા પછી જમવાથી સ્ટ્રોક અને મીની સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાઓનું જોખમ વધી જાય છે. 

સંશોધન 
ફ્રાંસની રાજધાની પેરિસમાં આવેલી એક સોરબોન યુનિવર્સિટીનાં સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકોએ 1 લાખથી વધુ લોકો પર સંશોધન કર્યા બાદ આ દાવો કર્યો છે કે મોડી રાત્રે જમવાની આદત લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ સંશોધન નેચર કમ્યુનિકેશંસમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામેલ લોકોનો જમવાનો સમય નોંધવામાં આવ્યો હતો. તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝના જોખમનું પણ નિરીક્ષનું કરવામાં આવ્યું હતું. આ સંશોધન સાત વર્ષ લાંબુ ચાલ્યું હતું. તેનું પરિણામ હવે સામે આવ્યું છે. જેમાં રાત્રિ ભોજનનાં યોગ્ય અને અયોગ્ય સમય વિશે જાણ કરવામાં આવી છે. 

સ્ટ્રોકનું જોખમ
અભ્યાસ મુજબ એક વાત સામે આવી છે કે, જે લોકો રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેતા હતા તેના પ્રમાણે રાત્રે 9 વાગ્યા અથવા તેથી મોડું જમતાં લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનું જોખમ 28 ટકા વધારે જોવા મળ્યું છે. મોડી રાત્રે જમવાના કારણે મગજમાં લોહીનો પુરવઠો ખોરવાવા લાગે છે. જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝનું જોખમ વધી જાય છે. 

સ્વાસ્થ્ય 
મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખાવાનું મોડું પાચન થવાનાં કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનું પ્રમાણ વધી જાય છે. રાત્રે હાઇ બ્લડ પ્રેશર હોવાથી રક્તવાહિકાઓને નુકસાન થાય છે. જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે મોડી રાત્રે જમવાના લીધે પુરુષોનાં પ્રમાણમાં સ્ત્રીઓને વધુ નુકસાન થાય છે. મોડી રાત્રે જમવાના કારણે પાચન તંત્ર બગડી શકે છે. જેના કારણે સ્થૂળતાનું જોખમ વધી જાય છે.  એટલા માટે રાત્રે 8 વાગતા પહેલા જમી લેવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Late night Dinner આરોગ્ય ટિપ્સ રાત્રી ભોજન સ્વાસ્થ્ય Health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ