બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / eating French Fries or fried potato can lead you to depression and anxiety

ચેતી જજો! / ફ્રેન્ચ ફ્રાઇઝના સેવનથી બની શકો છો ડિપ્રેશનનો શિકાર, હેલ્થ માટે અત્યંત હાનીકારક છે ફ્રાઈડ પોટાટો

Vaidehi

Last Updated: 07:55 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રેન્ચ ફ્રાઇઝ ભાવતી હોય તો જાણી લો તેની ગંભીર અસર. વધુ પડતા ફ્રાઈડ પોટાટો ખાવાથી એન્ઝાઈટી-ડિપ્રેશનનો ભોગ બની શકો છો.

  • ફ્રેન્ચ ફ્રાઈઝ શરીર માટે હાનિકારક
  • રિસર્ચ અનુસાર ફ્રાઈડ પોટાટો ખાવાથી હેલ્થ થાય છે ખરાબ
  • ડિપ્રેશન અને એન્ઝાઈટીનો બની શકો છો શિકાર

બાળકોથી લઇને વડીલો સુધી બધાંને ફ્રેન્ચ ફ્રાઇઝ પસંદ હોય છે. ટાઇમપાસ અને મજા માટે આરોગવામાં આવતી ફ્રેન્ચ ફ્રાઇઝનું ચલણ વધ્યું છે. બજારમાં પણ તે અલગ અલગ પ્રકારની ફ્લેવરમાં ઉપલબ્ધ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા ત્યાં ફ્રેન્ચ ફ્રાઇઝ ખૂબ જ લોકપ્રિય છે. લોકો મેકડોનાલ્ડ્સથી લઇને પિઝા હટ જેવી મોટી મોટી જગ્યાઓએ જઇને મીલમાં ફ્રેન્ચફ્રાઇઝ એડ કરાવવાનું બિલકુલ ભૂલતા નથી. તમે જાણો છો કે આ સ્વાદથી ભરપૂર ફ્રેન્ચ ફ્રાઇઝ તમે ખાઈ તો રહ્યાં છો, પરંતુ તે તમારી હેલ્થ માટે ખતરનાક છે. તમારા માટે પણ એ વાત આશ્ચર્યજનક હોઇ શકે છે કે ફ્રેન્ચ ફ્રાઇઝના વધુ પડતા સેવનથી એન્ગઝાઇટી અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. એક નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે.

ફ્રેન્ચ ફ્રાઇઝના સેવનથી  ડિપ્રેશનનો શિકાર
અભ્યાસ મુજબ શારીરિક રીતે ફ્રેન્ચ ફ્રાઇઝને અનહેલ્ધી માનવામાં આવે છે. તે ફેટ વધારનાર માનવામાં આવે છે, પરંતુ તે મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર કરે છે. જાણકારો માને છે કે ફ્રાઇડ ફૂડ ખાસ કરીને ફ્રાઇડ પોટેટોથી એન્ગઝાઇટી અને ડિપ્રેશનનું રિસ્ક અનેકગણું વધી જાય છે.ફ્રેન્ચ ફ્રાઇઝ અનહેલ્ધી હોવા છતાં મોટા પ્રમાણમાં ખવાય છે. તાજેતરના રિસર્ચમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સે કરેલા સંશોધનમાં જણાવાયું છે કે ફ્રાઇડ ફૂડ આઇટમ્સ ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઇઝને સતત ખાવાથી ડિપ્રેશન અને એન્ગઝાઇટી થવાનું રિસ્ક વધી જાય છે.

સતત વધી રહ્યાં છે ડિપ્રેશનના દર્દીઓ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો સતત ફ્રાઇડ ફૂડનું સેવન કરે છે, તેમાં એન્ગઝાઇટીના કેસ ૧૨ ટકા અને ડિપ્રેશનના સાત ટકા વધુ જોવા મળ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે રિસર્ચ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે ફ્રાઇડ ફૂડ અને ખાસ તો ફ્રેન્ચ ફ્રાઇઝ મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. ખરાબ ન્યુટ્રિશન મેન્ટલ હેલ્થ કંડિશનને પ્રોત્સાહન આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ