બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / E-Visa: India resumes e-Visa service for Canadian citizens, after it was suspended for 61 days after the Nijjar case controversy.

BIG BREAKING / 2 મહિના બાદ ફરીવાર કેનેડિયન નાગરિકો માટે ભારતે શરૂ કરી ઇ-વિઝા સેવા, PM મોદી-ટ્રુડોની બેઠક પહેલાં મોટો નિર્ણય

Pravin Joshi

Last Updated: 03:46 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. આ પછી, 21 સપ્ટેમ્બરના રોજ, ભારતની વિઝા જારી કરતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર વિઝા આપવાનું બંધ કરી દીધું હતું.

  • ભારતે કેનેડિયન નાગરિકો માટે ઇ-વિઝા સેવા ફરી શરૂ કરી
  • નિજ્જર કેસના વિવાદ પછી તે 61 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
  • કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની ઈ-વિઝા અરજીઓમાં છૂટછાટ 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. આ પછી, 21 સપ્ટેમ્બરના રોજ, ભારતની વિઝા જારી કરતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર વિઝા આપવાનું બંધ કરી દીધું હતું.  ભારતે ફરી એકવાર કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા શરૂ કરી છે. નોંધનીય છે કે 21 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. જો કે આ પછી 26 ઓક્ટોબરથી ભારતે કેટલીક વિશેષ શ્રેણીઓમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની વાત કરી હતી. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા સામેલ હતા. જોકે હવે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની ઈ-વિઝા અરજીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ પણ કેનેડા તરફ થઈ ગયું! વિવાદની વચ્ચે તમામ ફાઇવ આઇઝ દેશ થઈ ગયા  એક, ભારતને જુઓ શું સલાહ આપી | New Zealand also support Canada! Amidst  controversy, all Five Eyes ...


ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ સંબંધોમાં તણાવ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ