બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / સુરત / Duplicate ID card making network running in shop in name of mobile in Surat

સફળતા / સુરતમાં મોબાઈલના નામે દુકાનમાં ચાલતું ડુપ્લીકેટ ID કાર્ડ બનાવવાનું નેટવર્ક, સામે આવ્યું બાંગ્લાદેશ કનેક્શન, 5ની ધરપકડ

Kishor

Last Updated: 04:25 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાના કોભાંડનો પર્દાફાશ થયો છે. સુરત શહેર પોલીસ, SOG, LCBએ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા 5 આરોપીઓને દબોચી લીધા હતા.

  • સુરતમાં નકલી આધારકાર્ડ બનાવવાનું નેટવર્ક ઝડપાયું
  • સુરત શહેર પોલીસ, SOG, LCBએ ઝડપ્યું નેટવર્ક
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા હતા

આધારકાર્ડ એ સરકાર માન્ય આઇડીમા સૌથી મહત્વનું ગણવામા આવે છે. ડોક્યુમેન્ટને લગતા કોઈ પણ કામો હોય તે આધારકાર્ડ વગર અધૂરા જ રહે છે. ત્યારે  સુરતમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપાતા તંત્ર દોડતું થયું છે, સુરતના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત પોલીસ, SOG, LCBએ સહિયારું ઓપરેશન હાથ ધરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.


બાંગ્લાદેશી નાગરીક ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા ઝડપાયો
સુરત શહેર પોલીસ, એસઓજી, એલસીબીને નકલી આધારકાર્ડના નેટવર્ક મામલે બાતમી મળી હતી.. જેને લઈને પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન એ.કે. મોબાઈલ નામની દુકાનમાંથી બોગસ આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ, પાનકાર્ડ સહિતના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા હોવાનું ઉઘાડું પડ્યું હતું. જેની તપાસમાં આરોપીઓ કૉમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેર મારફતે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા હતા.


તમામ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે
સમગ્ર કૌભાંડને લઈને પોલીસના પણ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આથી પોલીસે ઊંડી તપાસ હાથ ધરીને 85 જેટલા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ જપ્ત  કર્યા છે. આ તમામ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં એક બાંગ્લાદેશી શખ્સ સહિત 5 આરોપી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા હતા. જેને ઝડપી લીધા છે.

તો ગાંધીનગર RTOમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ સામે  આવ્યું છે .જેમાં ગાંધીનગર આરટીઓના બે એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં આવેલા વિવિધ કેન્ટોન્મેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લાં ત્રણ વર્ષમાં એક હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે એજન્ટની ધરપક કરી હતી. ક્રાઇમ બ્રાંચે બંન્ને એજન્ટો પાસેથી 288થી વધુ લાયસન્સ રિકવર કર્યા હતા, જ્યારે ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ