બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Duplicate certificate scam in Xerox shop, people also got jobs

રેકેટ / ભારે કરી! ઝેરોક્ષની દુકાનમાં બહુચરાજીમાં ચાલતું ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ, લોકો નોકરીએ પણ લાગી ગયા

Priyakant

Last Updated: 02:09 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bechraji Duplicate Certificate Scam News: ઇસમો પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા, મહેસાણા LCBને બાતમી મળી અને પછી.........

  • ગુજરાતમાં ફરી એકવાર ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ 
  • બહુચરાજી  ખાતે ઝેરોક્ષની દુકાનમાં ચાલતું હતું કૌભાંડ 
  • નકલી માર્કશીટ બનાવવાનું કારસ્તાન, 2 ઇસમો ઝડપાયા 

બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી માં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બહુચરાજી ના એક કોમ્પલેક્ષમાં બે ઇસમો દુકાન કરી ઓરીજનલ માર્કશીટમાં છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા. જોકે આ અંગેની બાતમી મહેસાણા LCBને મળતા ટીમ દ્વારા સ્થળ પર રેડ કરી કાર્યવાહી કરી હતી. 

ગુજરાતમાં ફરી એકવાર ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી થી આ કૌભાંડ સામે આવ્યું છે. વિગતો મુજબ વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના ઇસમો આ કૌભાંડમાં સામેલ હતા. જેમાં તેઓએ બહુચરાજી ખાતે આદિત્ય કોમ્પલેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાન કરી હતી. જેમાં ઇસમો ભેગા મળી પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા. 

અંબિકા ઝેરોક્ષ-બેચરાજી 

LCBને બાતમી મળી અને પછી..... 
આ તરફ સમગ્ર કાંડની બાતમી મહેસાણા LCBને મળી હતી. જેને લઈ મહેસાણા LCB PSI હરેશ જોશી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ ઇસમો ઓરીજનલ માર્કશીટમાં સુધારો-વધારો કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આપતા હતા. તપાસ મુજબ આ યુવકોએ 2 માસમાં 50 વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી હતી.

આરોપીઓ

1500 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી 
પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ઇસમોએ બે માસમાં 50 વિદ્યાર્થીઓને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ સાથે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટે ઇસમો 1500 રૂપિયા ચાર્જ લેતા હતા.આ તરફ LCBની ટીમે બહુચરાજી  અંબિકા ઝેરોક્ષમાં કરેલ રેડમાં વિજય ઝાલા અને કુલદીપ સોલંકીને દબોચી લીધા હતા. 

ડુપ્લિકેટ માર્કશીટથી કેટલાય તો નોકરી પણ લાગી ગયા 
નોંધનીય છે કે, બહુચરાજી  પંથકમાં અનેક કંપનીઓ આવેલ છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો નોકરી પણ કરે છે. જોકે આ કંપનીઓમાં પણ ITI-ડિપ્લોમા પાસ માંગતા હોય છે. જેથી આ ઇસમોએ અન્ય વ્યક્તિઓનો ઓરીજનલ માર્કશીટમાં છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ તૈયાર કરી હતી. જેથી હવે આવી ડુપ્લિકેટ માર્કશીટના કારણે અનેક લોકો નોકરીએ લાગી ગયાનું પણ સામે આવ્યું છે. 

આરોપીઓ 

86,400નો મુદ્દામાલ જપ્ત કરાયો
મહેસાણા LCBની કાર્યવાહી દરમિયાન ટીમ દ્વારા માર્કશીટ કાઢવા હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતના સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તરફ હવે આ કેસમાં LCBએ બંને ઇસમો સામે બહુચરાજી  પોલીસ સ્ટેશનમાં કલમ 465, 468, 471, 114 મુજબ ફરિયાડ નોંધાવી છે. 

સળગતા સવાલ 

  • વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવનારાઓ કોણ પાઠ ભણાવશે?
  • નોકરી મેળવવાની લાલચમાં યુવાઓ ક્યાં સુધી છેતરાતા રહેશે?
  • નકલી માર્કશીટના નામે સાચા વિદ્યાર્થીઓના હકનું મારી ખાનારાને કોણ દંડશે?
  • ડુપ્લીકેટ સર્ટીથી નોકરી મેળવવાની લાલચમાં વાલીઓ કેમ આવે છે?
  • નકલી માર્કશીટના કૌભાંડના તાર ક્યાં સુધી છે તેની નિષ્પક્ષ તપાસ થશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ