બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Due to the delay in the work of KKV Bridge in Rajkot, the people are suffering a lot

વિકાસની મંથર ગતિ / ગોકળગાયની ગતિએ રાજકોટના કે.કે.વી. બ્રિજનું કામકાજ ચાલતા લોકોને ભારે હાલાંકી, માત્ર નોટિસ ફટકારી મનપાએ સંતોષ માન્યો

Malay

Last Updated: 11:07 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કે.કે.વી. બ્રિજની ઢીલી કામગીરી મામલે મહાનગરપાલિકાએ બ્રિજ બનાવનાર એજન્સીને પેનલ્ટી ફટકારવાને બદલે વધુ એક મુદ્દતની ગિફ્ટ આપી છે.

  • કે.કે.વી. બ્રિજના કામમાં ઢીલાશ
  • રણજીત બિલ્ડકોનને મનપાની નોટિસ
  • 15 જૂન સુધી તારીખ લંબાવતા નોટિસ

રાજકોટના કે.કે.વી. બ્રિજની ઢીલી કામગીરી મામલે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. મનપાએ બ્રિજના કામમાં ઢીલાશ મામલે રણજીત બિલ્ડકોનને નોટિસ ફટકારી છે. જોકે, રણજીત બિલ્ડકોન પર કોઈ પેનલ્ટી નહીં લગાવવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

ધીમી ગતિએ ચાલી રહી છે કામગીરી
રાજકોટના કે.કે.વી ચોક પાસે મલ્ટીલેવલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. લાંબા સમયથી દરરોજ હજારો વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે. કે.કે.વી બ્રિજના નિર્માણકાર્યથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા અપાયેલી મુદ્દતમાં કામ પૂર્ણ થયું નથી. 

નવી-નવી મુદ્દતે પણ પૂર્ણ નથી થયું કામ 
આ બ્રિજનું કામ નવી નવી મુદ્દતે પણ પૂર્ણ થયું નથી. સૌથી પહેલા બ્રિજ બનાવનાર એજન્સીને જાન્યુઆરી 2023નો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ મુદ્દત માર્ચ મહિના સુધી વધારાઈ હતી. જોકે, માર્ચ મહિનામાં મુદ્દત એપ્રલ સુધી વધારાવામાં આવી હતી. 

VTV Gujarati News and Beyond on Twitter: "રાજકોટ મહાનગરપાલિકાને મળ્યા નવા  ડેપ્યુટી મેયર, વોર્ડ નંબર 16ના કોર્પોટેર કંચનબેન સિદ્ધપુરાની કરાઇ નિમણૂંક,  કંચનબેન ...

રણજીત બિલ્ડકોનને અપાઈ નોટિસ
મલ્ટીલેવલ બ્રિજનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ બ્રિજ પ્રોજેક્ટનો રિવ્યુ કર્યો છે. ઇજનેરોની હાજરીમાં કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોનના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને નોટિસ આપવામાં આવી છે. સાથે જ બ્રિજ કામગીરીની મુદ્દત 15 જૂન સુધી વધારાઈ છે. હવે 15 જૂન સુધી રણજીત બિલ્ડકોને બ્રિજ કરવો પડશે તૈયાર છે.

રણજીત બિલ્ડકોન પર રહેમ નજર કેમ?
કે.કે.વી. બ્રિજની ઢીલી કામગીરી મામલે મનપાએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. કે.કે.વી બ્રિજ માટે મનપાએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી 25 નોટિસ ફટાકારી છે. રણજીત બિલ્ડકોનના ઢીલા કામ મુદ્દે મનપાએ પેનલ્ટી કેમ ન લીધી એ એક સવાલ છે.

સળગતા સવાલ
- રાજકોટ મનપા રણજીત બિલ્ડકોન વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતું?
- રણજીત બિલ્ડકોનને વારંવાર મુદતમાં વધારો કેમ આપવામાં આવે છે?
- શું મનપાના અધિકારીઓ જ રણજીત બિલ્ડકોનને છાવરે છે?
- બ્રિજ બનાવવા માટે 3-3 વખત મુદત કેમ વધારવામાં આવે છે?
- બ્રિજની ધીમી કામગીરીથી થતો ટ્રાફિકજામ મનપાના સત્તાધીશોને કેમ નથી દેખાતો?
- રણજીત બિલ્ડકોનને બ્લેક લિસ્ટ કરવા જેવી કામગીરી કેમ નથી થતી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ