બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / રાજકોટ / Dr. Atul Chag's suicide case sparked outrage in the Radhuvansi community, gave a 24-hour ultimatum, made an important demand to the police

તપાસ ક્યારે? / ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં રધુવંશી સમાજમાં રોષ ભભૂક્યો, આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ, પોલીસ પાસે કરી મહત્વની માંગ

Vishal Khamar

Last Updated: 10:28 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળનાં જાણિતા ર્ડા.અતુલ ચગના આત્મહત્યા મામલે રઘુવંશી યુવા અગ્રીણી રાકેશ દેવાણીનું અલ્ટીમેટમ આપ્યું છે. આપઘાત કેસમાં પોલીસ FIR કરે તેવી માંગ કરી છે.

  • ડો અતુલ ચગનો આપઘાતનો મામલો
  • મૃતકના પરિવારજનોએ પુરાવા સાથે લેખિત અરજી આપી છે
  • ગીર સોમનાથ પોલીસ ને 24 કલાક નુ અલ્ટીમેટમ
  • પોલીસ કાર્યવાહી નહી કરે તો આગામી દિવસોમાં આંદોલનની ચિમકી 

 વેરાવળનાં જાણિતા ર્ડા.અતુલ ચગના આત્મહત્યા મામલે રઘુવંશી યુવા અગ્રીણી રાકેશ દેવાણીનું અલ્ટીમેટમ આપ્યું છે. આપઘાત કેસમાં પોલીસ FIR કરે તેવી માંગ કરી છે.  મૃતકના પરિવારજનોએ પુરાવા સાથે લેખિત અરજી આપી છે. ગીર સોમનાથ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પોલીસ 24 કલાકમાં કાર્યવાહિ નહી કરે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
24 કલાકમાં યોગ્ય કાર્યવાહિ નહી થાય તો જલદ કાર્યક્રમો કરશું
આ બાબતે રઘુવંશી સમાજના યુવા અગ્રણી રાકેશ દેવાણીએ જણાવ્યું હતું કે ર્ડા. અતુલ ચગના પરિવારજનો દ્વારા લેખિતમાં અરજી પોલીસને આપવામાં આવી છે. પરિવાર દ્વારા પુરાવા સાથે નામ પણ પોલીસને આપવામાં આવ્યા છે. ત્યારે 24 કલાકમાં પોલીસ દ્વારા ફરિયાદ ફાડીને યોગ્ય કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહિ કરવામાં નહી આવે તો જલદ કાર્યક્રમોની શરૂઆત વેરાવળથી કરીશું તેમ જણાવ્યું હતું.
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે,  ગઈકાલે ડૉ.અતુલ ચગે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 
 ન્યાય આપવાની માગ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ પોસ્ટ વાયરલ કરી
વેરાવળના ડૉ.અતુલ ચગની આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ ડૉ.અતુલ ચગના પરિવારને ન્યાય આપવાની માગ કરી છે.  ડૉ.જલ્પન રૂપાપરાની અતુલ ચગ વિશે લખેલી પોસ્ટ વાઇરલ કરી છે તેમણે લખ્યું છે કે,  ડૉ. ચગ ચોરવાડના નારણભાઇ ચુડાસમા પાસે પેસા માંગતા હતા અને ડૉ.ચગને હું મળ્યો ત્યારે તેમણે મને નાણાની વાત કરી હતી. તેમણે લખ્યું કે, ડૉ.ચગને અઢી કરોડ જેટલા રૂપિયા ચોરવાડના નારણભાઇ પાસેથી લેવાના હતા. તેમણે લખ્યું કે, નારણભાઇ રૂપિયા ન આપતા હોવાથી ડૉ.ચગ વ્યથિત હતા અને ડૉ.ચગ અને તેના પરિવારને ન્યાય મળવો જોઇએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ