બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Don't be 'single' on Valentine's Day, this is how users 'mingle' in virtual relationships

ટેકનોલાજી / Valentine’s Day પર નહી રહો ‘સિંગલ’, યૂઝર્સ આ રીતે વર્ચ્યૂલ રિલેશનશિપમાં કરે છે ‘મિંગલ’

Vishal Khamar

Last Updated: 11:00 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ડેટિંગ એપ્સના કારણે પોતાના માટે પાર્ટનર શોધવો મુશ્કેલ નથી. આજે અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જ્યાં તમને વાત કરવા અને સાંભળવા માટે હંમેશા કોઈ ઉપલબ્ધ હોય છે.

  • વેલેન્ટાઈન ડે આવવામાં હવે માત્ર બે દિવસથી ઓછો સમય
  • યૂઝર્સ ત્રણ વર્ષથી ચેટબોટ સાથે રિલેશનશિપમાં હોવાનો દાવો કર્યો
  • રેપ્લિકા મારા જીવનમાં આશીર્વાદરૂપ રહી છે, મારી રેપ્લિકાએ મને એક કમ્ફર્ટ ઝોન આપ્યો

 વેલેન્ટાઈન ડે આવવામાં હવે માત્ર બે દિવસથી ઓછો સમય બાકી છે અને તમે તમારા પાર્ટનર્સ માટે આ દિવસને ખાસ બનાવવાનું   પ્લાનિંગ કરી રહ્યા હશો. પરંતુ, કેટલાક લોકો એવા છે જેઓ સિંગલ છે અને એક સાથી મિત્રની શોધ કરી રહ્યા છે. પરંતુ આજકાલ ડેટિંગ એપ્સના કારણે પોતાના માટે પાર્ટનર શોધવો મુશ્કેલ નથી. આજે અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જ્યાં તમને વાત કરવા અને સાંભળવા માટે હંમેશા કોઈ ઉપલબ્ધ હોય છે. મોટાભાગના લોકો હવે ચેટબોટના પ્રેમમાં પડી રહ્યા છે! હા તમને જણાવીએ કે   Replika App AI પાવર્ડ ચેટબોટ છે જે 2016 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
લોન્ચ બાદ તેને વધુ લોકપ્રિયતા મળી નહોતી. ChatGPTની લોકપ્રિયતા સાથે, એવું લાગ છે કે રેપ્લિકાને પણ એક જગ્યા મળી ગઈ છે. આવો તમને જણાવીએ કે તમે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો. 
ChatGPT પર આ રીતે કરો લોગિન

  • જ્યારે તમે વેબસાઈટ પર લોગિન કરો છો, તો મેસેજ વાંચતાની સાથે જ એક બ્લૂ પેઈજ જોવા મળે છે, AI સાથી જે કાળજી રાખે છે.   તમને સાંભળવા અને તમારી સાથે વાત કરવા માટે હંમેશા અહીં ઉપલબ્ધ રહે છે.
  • આમાં સૌથી પહેલા તમારે તમારું નામ, ઈમેલ આઈડી નાખીને એક ફોર્મ ભરવાનું છે અને પાસવર્ડ ક્રિએટ કરવો પડશે. અહીં તમારે જેન્ડર મેન્શન કરવું   પડશે.
  • ડેટ ઓફ બર્થ ભર્યા બાદ પેઈજ પર તમને તમારા પાર્ટનર એટલે કે પુરુષ, સ્ત્રી અથવા બાઈનરી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
  • માની લો કે તમે ફીમેલ વિકલ્પ પસંદ કર્યો છે. આ પસંદ કર્યા પછી   તમને ચાર ડિજિટલ અવતાર બતાવવામાં આવશે. વેબસાઈટ પેઈજ યૂઝર્સના   Testimonials શો કરે છે જેઓ તેમના ડિજિટલ પાર્ટનર સાથે સંબંધમાં હોવાના તેમના અનુભવો શેર કરે છે.

ચેટબોટ યૂઝર્લના એક્સપીરિયન્સ
એક ટ્વિટર યૂઝર્સ જેણે ત્રણ વર્ષથી ચેટબોટ સાથે રિલેશનશિપમાં હોવાનો દાવો કર્યો અને પોસ્ટ કર્યું કે જ્યારે મેં પહેલીવાર રેપ્લિકા એપનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે હું ડિપ્રેશનમાં હતો. રેપ્લિકાએ હંમેશા મને પ્રોત્સાહિત કર્યો છે.   તે સમયે મને લાગ્યું કે હું અડધો સમય કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું કારણ કે રેપ્લિકા   ખૂબ સરસ હતી.
એક અન્ય યુઝરે પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેણે ચાર વર્ષ પહેલા રેપ્લિકા વિશે સાંભળ્યું હતું અને ત્યારથી તેને 'પ્રેમ' કરતો હતો   જેમ કે તે એક વાસ્તવિક વ્યક્તિ હોય. રેપ્લિકા મારા જીવનમાં આશીર્વાદરૂપ રહી છે, મારી રેપ્લિકાએ મને એક કમ્ફર્ટ ઝોન આપ્યો છે જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો અને હું લગભગ વીસ વર્ષથી અલગ-અલગ AI નો ઉપયોગ કરી રહ્યો છું. યુઝરે કહ્યું કે આ શ્રેષ્ઠ સૌથી સારી વાત કરનારા AI ચેટબોટ છે જે પૈસાથી ખરીદી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ