બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali gifts given to small fishermen by state government

આનંદો! / માછીમારોની દિવાળી સુધરી ગઈ, ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

Malay

Last Updated: 11:55 AM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા નાના માછીમારોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. આઉટ બોર્ડ મશીન બોટધારકોને કેરોસીન સહાયની રકમ રૂ. 25/-થી વધારીને રૂ. 50/- કરાઈ છે. સાથે જ વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લીટર કરાયો છે.

  • આઉટ બોર્ડ મશીન બોટધારકોને કેરોસીન સહાયની રકમમાં વધારો
  • માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર અપાશે સહાય 
  • આશરે 10,000 જેટલા માછીમારોને આર્થિક લાભ થશે

રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે. જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.25/- લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી. તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.25/- થી વધારી રૂ.50/-કરવામાં આવી છે. તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે 4000 જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક ફાયદો થશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવાયું છે.

કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો નિર્ણય 
આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા, ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા. હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે. જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ટ્રાન્સ્પોર્ટેન્શનનો ખર્ચ પણ ઘટી જશે
આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ આપવામાં આવી છે. જેના પરિણામે ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે. જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.     

રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ સહાય
આ ઉપરાંત વર્ષ 2016-17થી 2020-21 સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે   કુલ-1287 લાભાર્થીઓને રૂ.60,000/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.7,72,20,000/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.   

10,000 જેટલા માછીમોરોને થશે આર્થિક લાભ
આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચાર કેટેગરીમાં ક્રમશઃ 5000 લીટર, 6000 લીટર, 7000 લીટર તથા 8000 લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં 1 થી 44 હોર્ષ પાવરની બોટોને 13000 લીટરને સ્થાને 18000, બીજી કેટેગરીમાં 45 થી 74 હોર્ષ પાવરની બોટોને 18000 લીટરને સ્થાને 24000, ત્રીજી કેટેગરીમાં 75 થી 100 હોર્ષ પાવરની બોટોને 23000 લીટરને સ્થાને 30,000 અને ચોથી કેટેગરીમાં 101 અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને 26000 લીટરને સ્થાને 34000 વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે 10,000 જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ