બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:18 AM, 12 November 2023
ADVERTISEMENT
આ વર્ષે 12 નવેમ્બરના રોજ રવિવારે દિવાળી છે. હિંદુ પંચાંગ અનુસાર આસો માસની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે.
કઈ વસ્તુ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા રહે છે
કાચબો- દિવાળીના દિવસે ધાતુનો કાચબો લાવવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે સોના ચાંદીનો કાચબો પણ લાવી શકો છો.
ADVERTISEMENT
કુબેરની મૂર્તિ- દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ધનના દેવતા કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. દિવાળીના અવસરે લક્ષ્મી માતા અને કુબેરદેવતાની મૂર્તિ લાવવી તે શુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર- દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદવા તે શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે આ ગોમતી ચક્ર પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દેવા. આ પ્રકારી કરવાથી ધનવર્ષા થાય છે.
શ્રીયંત્ર- લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મી માતાની સાથે સાથે 33 દેવી દેવતાઓના ચિત્ર પણ હોય છે.
લક્ષ્મી કોડી- ધર્મગ્રંથ અનુસાર લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. શાસ્ત્રમાં કોડીઓને લક્ષ્મી માતા સાથે જોડવામાં આવે છે. કોડીઓ નાણાંની સાથે જ રાખવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.